ભારતવર્ષમાં નારીની ઓળખ શક્તિ તરીકેની છે. નવરાત્રિ સહિત અનેક તહેવારો છે જેમાં માતાજીની પૂજા-અર્ચના થાય છે. વિદ્યા-ધન-શક્તિની દેવી તરીકે સરસ્વતિ-લક્ષ્મી-મા અંબાની આરાધના થાય છે.
શાસ્ત્રો અનુસાર જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે એ ઘરમાં માત્ર ને માત્ર સુખ-શાંતિ-લક્ષ્મીજીનો સદા નિવાસ થાય છે… શુ કામ?
શ્રીમદ ભગવદ ગીતા અનુસાર પૃથ્વી પરના જીવ માત્રનો સદા કલ્યાણ એ એક માત્ર હેતુથી પ્રભુએ પૃથ્વી લોક ઉપર મત્સ્ય, વરાહ, વામન, નરસિંહ, શ્રીરામ-કૃષ્ણ રૂપે વિવિધ અવતારો લીધા.
વર્તમાનમાં ઘોર કળિયુગ ચાલી રહ્યો છે અને જીવ માત્રનું કલ્યાણકારી જીવન ઈશ્વર વિના સંભવ નથી માટે આ કાર્ય માટે પ્રભુએ સ્ત્રી પર પસંદગી ઉતારી. અને પ્રભુએ ઘરે ઘરે શક્તિ અવતાર લીધો.
દરેક ઘરમાં બહેન-દીકરી-માતા-કુળ દેવી માતાના સ્વરૂપે પ્રભુએ પરિવાર-એ કુટુંબનું પ્રભુ સદા કલ્યાણ કરતા રહે છે અને જે ઘરમાં નારીનું પૂજન નથી થતું ત્યાં શુ હોઈ છે એ તમે સમજી શકો છો.
આવો સુંદર વિષય લઈને અવૉર્ડ વિજેતા લેખક – દિગ્દર્શક મનોજ નથવાણી અને નિર્માતા અજય ગોહિલ (કુબેર ફિલ્મ્સ)ની જોડી આગામી જૂન ૨૦૨૨થી શક્તિ અવતાર નામની સરસ મજાની ગુજરાતી ફિલ્મ સાથે વંદન ભાઈ શાહ (રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી.)ના સથવારે તમારી નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યા છે. ત્યારે નારી સન્માન આધારિત જયેશ બારોટના શબ્દો-સંગીત અને કંઠે ગવાયેલ તથા પંકજ પરમારના નૃત્ય નિર્દેશનમાં તૈયાર થયેલ આ સુમધુર ગીત આપણા ઘરની પ્રત્યેક બહેન-દીકરી-માતાને અર્પણ કરીએ.
ગીત જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો