બૉલિવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની 79મા જન્મદિવસ પૂર્વે નિર્માતા નિખિલ દ્વિવેદીએ કાકાના ચાહકોને ખુશખબરી આપી છે. તેઓ રાજેશ ખન્નાની બાયોપિક ‘કાકા’ નામે બનાવી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ ફિલ્મનું દિગ્દર્શન ફારાહ ખાન કરશે. ગૌતમ ચિંતામણી દ્વારા લિખિત બેસ્ટ સેલર પુસ્તક ડાર્ક સ્ટાર : ધ લોન્લીનેસ ઑફ બાઇંગ રાજેશ ખન્નાના હક નિખિલ દ્વિવેદીએ મેળવ્યા છે.
રાજેશ ખન્ના દેશના પહેલા સુપરસ્ટાર બન્યા. એ જમાનામાં રાજેશ ખન્નાની તગડી ફૅન ફોલોઇંગ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કદાચ પહેલા સ્ટાર હશે જેમના વિશે ખાસ વિશેષાંક નીકળ્યા હોય. છોકરીઓ તેમના પર એટલી ઘેલી હતી કે તેમને લોહીથી પ્રેમ પત્ર લખતી. તો રાજેશ ખન્નાનવા ફોટા સાથે લગન પણ કરતી.
રાજેશ ખન્નાએ 1965માં ફિલ્મફેર અને યુનીઇટેડ પ્રોડ્યુસર્સ દ્વારા યોજાયેલા ટેલેન્ટ હન્ટ શોમાં ભાગી લીધો અને વિજેતા બન્યા.
હકીકતમાં રાજેશનું અસલીનામ જતિન ખન્ના હતું પણ કાકાની સલાહને પગલે નામ બદલી રાજેશ ખન્ના કર્યું.
રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ આખરી ખત, એની હીરોઇન હતી ઇન્દ્રાણી મુખર્જી
રાજેશ ખન્નાએ 1966માં ચેતન આનંદની આખરી ખત ફિલ્મથી એન્ટ્રી કરી. મજાની વાત એ છે કે આ ફિલ્મને 1967માં ઑસ્કાર માટે મોકલવામાં આવી હતી. ત્રણ દાયકાની કરિયરમાં રાજેશ ખન્નમાએ માત્ર બાવીસ મલ્ટી સ્ટારર ફિલ્મોમાં કામ કર્યું. જ્યારે તેમની હીરો તરીકેની સોલો ફિલ્મોની સંખ્યા સો કરતા વધુ છે.
રાજેશ ખન્ના બૉલિવુડના પહેલા સુપરસ્ટાર હતા. રાજેશ ખન્નાની આરાધના બ્લૉકબસ્ટર હિટ થયા બાદ ક્રિટિક્સે તેમને ભારતદીય સિનેમાના પહેલા સુપરસ્ટારનું બિરુદ આપ્યું હતું.
રાજેશ ખન્નાને સુપર સ્ટારનું બિરુદ અપાવનાર ફિલ્મ આરાધના
તેઓ ભારતના એક માત્ર એક્ટર છે જેમના 1969થી 1971 દરમિયાન રિલીઝ થયેલી તમામ ફિલ્મો સુપરહિટ હતી. તેમની એક પછી એક 17 ફિલ્મો હિટ થઈ અને આ રેકૉર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.
પુષ્પા આઇ હેટ ટિયર્સ… અમર પ્રેમ
રાજેશ ખન્ના જ્યારે તેમની સફળતાની ટોચે હતા ત્યારે બૉમ્બે યુનિવર્સિટીમાં તેમના પર નિબંધ ભણાવવામાં આવતો. નિબંધનું નામ હતું ધ કરિશ્મા ઑફ રાજેશ ખન્ના. એટલું જ નહીં, બીબીસી (બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કટર્પોરેશન)ને તેમના પર એક ફિલ્મ પણ બનાવી હતી જેનું નામ હતું બૉમ્બે સુપરસ્ટાર ગલ 1974.
બાબુ મોશાય… અમિતાભ બચ્ચન – રાજેશ ખન્ના આનંદમાં
રાજેશ ખન્નાની બાયયોપિક અંગે નિખિલ દ્વિવેદી કહે છે કે, ગોતમ ચિંતામણીનાં પુસ્તકના હક હવે મારી પાસે છે. અત્યારે હું માત્ર એટલું જ કહીશ કે ફિલ્મ અંગે ફારાહ ખાન સાથ વાત ચાલી રહી છે. જ્યારે ફારાહે કહ્યુ કે, મેં ગૌતમનું પુસ્તક વાચ્યું છે અને એ ઘણુ રોચક છે. અમારી વાતચીત ચાલી રહી છે. એનાથી વધારે હું કઈ કહીશ નહીં.
નિખિલ દ્વિવેદી : રાજેશ ખન્નાની બાયોપિક ‘કાકા’નું નિર્મા્ણ કરી રહ્યા છે
શું તમે રાજેશ ખન્નાના પરિવારની મંજૂરી લેશો પ્રશ્નના જવાબમાં નિખિલે કહ્યું કે, અમારે એવું કંઈ બનાવવું નથી કે એનાથી વિવાદ સર્જાય.આ વાર્તા ભારતના એક સુપરસ્ટારની છે એટલે અમે તેમની પર્સનાલિટી અને ફિલ્મો દ્વારા હાંસલ કરેલી વસ્તુઓ દર્શકેને બતાવવા માગીએ છીએ.
સ્ટારકાસ્ટ અંગે નિખિલે જણાવ્યું કે એ બધું દિગ્દર્શક પર નિર્ભર કરે છે. પણ જે કલાકાર રાજેશ ખન્નાના પાત્રને પૂરો ન્યાય આપી શકશે એને આ ભૂમિકા ભજવવાનો મોકો મળશે.