શ્રેક ફિલ્મનાં જાણીતાં પાત્ર પેરીને પ્રેરિત કરનાર ગદર્ભનું નિધન

એક નાનકડા એવા ગદર્ભ પેરીને શ્રેક ફિલ્મોમાં પ્રતિષ્ઠિત ડૉન્કીના પાત્રના પ્રેરણાસ્રોત તરીકે મનાય છે

વિશ્વભરમાં લોકપ્રિયતાના શિખરો સર કરનાર એનિમેટેડ ફિલ્મ શ્રેક ફ્રેન્ચાઇઝીમાં એડી મર્ફીનું પાત્ર જેના પરથી બન્યું એ પેરી નામના ગદર્ભનું 30 વર્ષની વયે નિધન થયું. ન્યુ યોર્કમાં જન્મેલા પેરીએ 2001માં બનેલી ફિલ્મના ખ્યાતનામ પાત્ર એડી મર્ફી માટે મૉડેલિંગ કર્યું હતું.. પેરી પરથી એનિમેટર્સોએ એડી મર્ફીના પાત્રની રચના કરી હતી. ત્યાર બાદ પેરીએ કેલિફોર્નિયાના પાલો ઑલ્ટોમાં બેરન પાર્કના પ્રિય સભ્ય તરીકે જીવન વિતાવ્યું.

એક નાનકડા એવા ગદર્ભ પેરીને શ્રેક ફિલ્મોમાં પ્રતિષ્ઠિત ડૉન્કીના પાત્રના પ્રેરણાસ્રોત તરીકે મનાય છે જેનું ત્રીસ વરસની વયે નિધન થયું.

પેરી જેનું પૂરૂં નામ પેરિકલ્સ હતું જેનો જન્મ ન્યુયોર્ક ખાતે થયો હતો. એણે જ્યારે 2001ની ઑસ્કર એવૉર્ડ વિજેતા એનિમેટેડ ફિલ્મના એનિમેટર્સ માટે મૉડેલિંગ કર્યું હોવાની જાણકારી મળ્યા બાદ એ સેલિબ્રિટી બની ગયો.

જ્યાં પેરીની દેખભાળ થઈ રહી હતી એ કેલિફોર્નિયાના પાલો ઑલ્ટો સ્થિત બેરન પાર્ક ડૉન્કી પ્રોજેક્ટની મુખ્ય હેન્ડલર જેની કિરાતલીએ જણાવ્યું કે જેરૂસલેમના આ નાની નસલનો ગદર્ભ લેમિનાઇટિસ નામક બિમારીથી પીડાતો હતો. એને અહીં-તહીં ફરવામાં પણ તકલીફ થતી હતી અને એના પગ ધ્રુજતા રહેતા.

પ્રોજેક્ટની વેબસાઇટના જણાવ્યા મુજબ જેરૂસલેમના નાના ગદર્ભને શાંત કરવા કેલિફોર્નિયા લાવવામાં આવ્યા. જોકે ગદર્ભ શાત થવાને બદલે હુમલો કરવા લાગ્યો એટલે 1997માં ત્રણ વરસનવા ગદર્ભને પાલો ઑલ્ટોના બોલ પાર્કમાં અલગ રાખવામાં આવ્યો. અહીં 1999માં ડ્રીમવર્ક્સના એનિમેટર રેક્સ કિંગ્સ્ટન ગદર્ભના પાત્ર માટે પેરીનું નિરીક્ષણ કરવા આવ્યા. મહિનાઓ સુધી પેરીનું નિરીક્ષણ કર્યા બાદ એની એડી મર્ફીના પાત્રના મૉડેલ માટે પસંદ કર્યો.

ચંચળ અને વાતોડિયા સ્વભાવ માટે જાણીતા ગદર્ભ અંગે કહેવાય છે કે એ શ્રેક ફ્રેન્ચાઇઝીમાં એડી મર્ફીના પાત્ર માટે એકદમ યોગ્ય સંદર્ભ પ્રદાન કરતો હતો. એ ફિલ્મના મુખ્ય પાત્ર શ્રેકનો પ્રિય સાથી બની ગયો. પેરી ફિલ્મની ત્રણ સિક્વલમાં દેખાયો હતો જેમાંની છેલ્લી ફિલ્મ 2010માં રિલીઝ થઈ હતી.

Exit mobile version