પુણેની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટના અધ્યક્ષ તરીકે જેમની નિયુક્તિ થઈ છે એ બૉલિવુડ અને હૉલિવુડના દિગ્દર્શક શેખર કપૂર હાલ તેમની યુનિવર્સલ સ્ટુડિયોની આગામી ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે. ફિલ્મમાં ઑસ્કર અવૉર્ડ વિજેતા એમ્મા થોમ્પસન કામ કરી રહી છે.

શેખર કપૂરે ભલે હૉલિવુડની ફિલ્મ સ્વીકારી હોય પણ તેમના દિમાગમાંથી પાની ફિલ્મ નીકળી નથી. તેમનું કહેવું છે કે લાંબા અરસાથી હું પાનીની રાહ જોઇ રહ્યો છું. જોકે માર્ચમાં ભારત પાછા આવ્યા બાદ એનું કામ શરૂ કરીશ.

શેખર કપૂર પહેલાં પાની હૉલિવુડ માટે બનાવવાના હતા. પરંતુ પાછળથી એને હિન્દીમાં બનાવવાનું નક્કી થયું. જોકે ફિલ્મનું બજેટ વધી જતા યશરાજ ફિલ્મ્સે હાથ પાછા ખેચ્યા. અહીંથી સુશાંત સિંહના યશરાજ સાથેના સંબંધો વણસ્યા હોવાનું કહેવાય છે.

પાની ફિલ્મના એમના હીરો સુશાંતને યાદ કરતા શેખર કપૂર કહે છે કે, એની એક્ટિંગ સ્ક્રિપ્ટ વાચવા, રિહર્સલ કરવા કે મૂવ કરવા સુધી સીમિત નહોતી. એની દિલચસ્પી તો અનેકગણી વધારે હતી. પ્રોજેક્ટ અંગે જ્યારે પણ પ્રોડક્શન ડિઝાઇનર, ડીઓપી કે વીએફએક્સ ટીમને મળતો ત્યારે સુશાંત હંમેશ હાજર રહેતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here