તૃતીય પંથી કલાકારો દ્વારા અભિનીત પહેલી વેબ સિરીઝ ‘પ્રોજેક્ટ એન્જલ્સ’

20 ડિસેમ્બરથી માસ્ક ટીવી પર રિલીઝ થઈ રહી છે

તૃતીય પંથીઓ પણ સમયની સાથે બદલાઈ રહ્યા છે. આજે ઘણા ટ્રાન્સજેન્ડર્સ વકીલ, રાજકારણી છે તો બિઝનેસમાં પણ જંપલાવી રહ્યા છે. એટલું જ નહીં, તેમનામાં રહેલી પ્રતિભા દર્શાવવા વિવિધ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી રહ્યા છે. મનોરંજનની દુનિયામાં પણ ટ્રાન્સજેન્ડર્સનું યોગદાન જોવા મળે છે. જોકે તૃતીય પંથીની ભૂમિકા બૉલિવુડના કલાકારો ભજવતા રહ્યા છે. કુંવારા બાપ જેવી અપવાદરૂપ ફિલ્મમોમાં તૃતીય પંથીઓ જોવા મળ્યા છે.

ટ્રાન્સજેન્ડરની વાત કરવાનું કારણ પણ મજેદાર છે. એક વેબ સિરીઝ આવી રહી જેનું નામ છે પ્રોજેક્ટ એન્જલ્સ. આ સિરીઝના તમામ કલાકારો તૃતીય પંથીઓ છે. ભારતીય મનોરંજનની દુનિયાના ઇતિહાસમાં પહેલીવાર તમામ ટ્રાન્સજેન્ડર કલાકારોને લઈ વેબ સિરીઝ બનાવનાર દિગ્દર્શિકા છે માનસી ભટ્ટ.

પ્રોજેક્ટ એન્જલ્સ સિરીઝ માટે ઉત્સાહિત લેખિકા-દિગ્દર્શિકા માનસી ભટ્ટ કહે છે કે, આપણે બધા તૃતીય પંથીઓની દુર્દશા જઇએ છીએ. હું ઘણા સમયથી તેમના પર એક શો બનાવવાનું વિચારી રહી હતી. હું પણ એક ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવું છું. મારા પરિવારે દૂરદર્શન માટે અનેક લોકપ્રિય શો બનાવ્યા છે. મેં રિયલ ટ્રાન્સજેન્ડર સાથે શો બનાવવાનું નક્કી કર્યું. મેં નવ્યા સિંહ (એન્કર), અલ્ફિયા અન્સારી, ઝોયા ખાન, ગરિમા ગ્રેવાલ, સોનમ ખાન, આફિયા મુકરી, સાયબા અન્સારી, સિમરન ખાન, ખુશી પારગી અને આફરીન શેખ લઈને એક સિરીઝ બનાવી છે. આમાંથી દસ એવા છે જેમણે પહેલીવાર કેમેરાનો સામનો કરતા હોવા છતાં એકદમ સાહજિક લાગે છે. આ લોકો પણ આપણી જેમ તમામ ગતિવિધઓ ઉપરાંત ફૅશન શોમાં પણ ભાગ લેતા હોય છે. થર્ડ જેન્ડરને સરકારે માન્યતા આપી હોવા છતાં આ એવો સમુદાય છે જે હજુ પણ ઉપેક્ષિત છે.

શો અંગે જણાવતા માનસી ભટ્ટ કહે છે કે પચીસ મિનિટના છ એપિસોડ ધરાવતી પ્રોજેક્ટ એન્જલ્સ સિરીઝની વાર્તા ઘણી હૃદયસ્પર્શી છે. પ્રોજેક્ટ એન્જલ્સ માસ્ક ટીવી નામના નવા ઓટીટી પ્લેટફોર્મ પર 20 ડિસેમ્બરથી સ્ટ્રીમ થઈ રહી છે. માસ્ક ટીવી યુઝર ફ્રેન્ડલી અપ છે જે ગૂગલ પ્લે, એપલ અને જિયો પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

અંતમાં માનસી જણાવે છે કે મને એ વાતનો આનંદ છે કે મારા ભાઈ ચિરંજીવી અને માતા-પિતા સંજય અને અંજુએ મારા પર ભરોસો કર્યો અને મારા પ્રયાસને પૂરો સહયોગ આપ્યો.

Exit mobile version