તાજેતરમાં મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં રાપચી ઍપના ડિરેક્ટર ધરમ ગુપ્તાએ બૉલિવુડની હસ્તીઓની ઉપસ્થિતિમાં ઓટીટી પ્લેટફોર્મ રાપચી ઍપ પર વેબ સિરીઝ અરાજક, એમ ફોર મૉમ, લિવ ટુગેધર, વાબસ્તા, સોચ, વિહાન અને શોર્ટ ફિલ્મ ઇન્ફેક્શનને રિલીઝ થઈ ચુકી છે.

ધરમ ગુપ્તાનું કહેવું છે કે રાપચીએ ઓટીટી દુનિયામાં ડગ માંડવાની સાથે જ ધૂમ મચાવી દીધી. આજે અમારી ઍપ અનેક પ્રકારના કન્ટેન્ટ દર્શકો માટે લાવી રહી છે જે પરિવાર સાથે માણી શકાય એવી છે. અમે જ્યારે ઍપ શરૂ કરી ત્યારે પંદર શો હતા, સમય સાથે ડિમાન્ડ વધતી ગઈ. અમારી ઍપ પર તામઝામ હોતા નથી પણ કન્ટેન્ટ કિંગ હોય છે. હું આ ફિલ્ડમાં વરસોથી છું અને મેં ટેલિવિઝનથી ઓટીટી ઍપમાં બદલાવ જોઈ રહ્યો છું. અને આ પ્લેટફોર્મ મનોરંજનનું ભાવિ છે.
આ ઍપ એવા પ્રોડક્શન હાઉસ અને લોકો માટે બનાવાયું છે જેમની પાસે શાનદાર સ્ક્રિપ્ટ અને શો હોય. અને એવા લોકોને હું આ ઍપના માધ્યમથી કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડવાનો અવસર આપું છું. હવે ટેલિવિઝન એકલું મનોરંજનનું પ્લેટફોર્મ રહ્યું નથી, પરંતુ ઓટીટી મનોરંજનની દુનિયાનું ભવિષ્ય છે. હાલ રાપચી ઍપ એક વરસ માટે ફ્રીમાં જોઈ શકાશે.