ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને શરૂ થયેલી ઓનલાઇન સ્પર્ધા ૨૬ જાન્યુઆરી સુધી યોજાઇ જતી
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપ ગુજરાત પ્રદેશ સંસ્કૃતિક સેલ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી, ગાંઘીનગરના સહયોગથી એક પાત્રી અભિનય સ્પર્ધા ડિજિટલ માધ્યમ દ્વારા યોજવામાં આવી હતી. સ્પર્ધા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસથી શરૂ કરી 26 જાન્યુઆરી સુધી યોજાઇ હતી. સ્પર્ધાનો હેતું નવી પેઢીના યુવાનોને દેશને આઝાદી અપાવવા જે વીરોએ બલિદાન આપ્યું છે તેમના પાત્રોથી અવગત કરાવવા, યુવાનોને રાષ્ટ્રની વિચારધારા સાથે જોડવાના હેતુથી સ્પર્ધા યોજાવામાં આવી હતી. સ્પર્ધાનું શીર્ષક અટલજીની ખૂબ જાણીતી કવિતા “આઓ ફિર સે દિયા જલાયે” રાખવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં આશરે 250 જેટલા કલાકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 8થી 12,13 થી 20 , 21 થી વધુની ઉંમર એમ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધામાં વિજેતાને પ્રોત્સાહન માટે આશરે કુલ એક લાખના રોકડ ઇનામો, વિજેતાને ટ્રોફી અને પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે ગુજરાતી તખ્તા અને સ્ક્રીનના જાણીતા કલાકારોએ સેવા આપી હતી જેમાં 8 થી 12 વર્ષની કેટરેગરી માટે વત્સલ શેઠ(સુરત), ડૉ.પશ્મીના જોશી (જામનગર), અને અર્ચન ત્રિવેદી (અમદાવાદ) એ ફરજ બજાવી હતી. જયારે 13 થી 20 વર્ષની કેટેગરી માટે પ્રો. મહેન્દ્રસિંહ પરમાર (ભાવનગર), પ્રો.ઉદય બારડ (વડોદરા), પ્રો.આશિષ ઠકરાર(બનાસકાંઠા) એ તો 21 વર્ષથી વધુની ઉંમરના સ્પર્ધકો માટે પંકજ પાઠકજી (સુરત), પ્રો. કમલ જોશી (અમદાવાદ), નયન ભટ્ટ (રાજકોટ) એમ આ તમામ નવ નિર્ણાયકોએ તેમના અનુભવ અને જ્ઞાનના આધારે વિજેતાઓના નામની જાહેરાત કરી હતી.
ભાજપા ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા પ્રથમ વખત ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સાંસ્કૃતિક સેલના દરેક કાર્યકરે મહેનત કરી સફળ બનાવ્યો હતો ભાગ લેનાર કલાકારો માટે પણ સ્પર્ધા યાદગાર બની હોવાનું પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું.