કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2022નાં પરિણામો જાહેરાત થયાં છે. દેશ-દુનિયાના 28થી વધુમાં સ્પર્ધાની એકોક્તિઓ એક લાખથી વધુ વખત જોવાઈ છે. સ્પર્ધાના ચારેય વિભાગોના વિજેતાઓને રોકડ, ટ્રોફી અને પ્રમાણપત્ર મળશે. દરેક સ્પર્ધકને ભાગ લીધાનું પ્રમાણપત્ર મળશે. આંગિકમ યુટ્યુબ ચેનલ પર સૌથી વધુ વખત જોવામાં આવેલી એકોક્તિને ટ્રોફીથી નવાજવામાં આવશે.
સ્પર્ધાના આ બીજા વરસે કુલ 194 એન્ટ્રીઝ આવી હતી. માન્ય એન્ટ્રીઓ 128 હતી જેમની વચ્ચે સ્પર્ધા થઈ હતી. 44 ચૂંટેલી એકોક્તિઓને ફાઇનલમાં સ્થાન મળ્યું હતું. દુનિયાભરમાં 100થી વધુ શહેરોમાં દર્શકોએ આ સ્પર્ધા માણી હોવાનું યુટ્યુબ એનાલિટક્સમાં જણાયું હતું. મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરથી મહત્તમ સ્પર્ધકો જોડાયા હતા. ઉપરાંત ગુજરાતના ખૂણેખૂણાથી, મહારાષ્ટ્ર અને અમેરિકાથી સ્પર્ધકો જોડાયા હતા.
એલિમિનેશન રાઉન્ડમાં નિર્ણાયક તરીકે વરિષ્ઠ અભિનેત્રી મીનળ કર્પે, વરિષ્ઠ પત્રકાર-લેખક સંજય વિ. શાહ અને શિશિર રામાવત તથા તારક મહેતા કા ઊલ્ટા ચશ્માંના ભૂતપૂર્વ ક્રિએટિવ અસોસિયેટ અને હાલમાં લેખક તરીકે સક્રિય યોગેન્દ્ર ધવને સેવા આપી હતી. ફાઇનલમાં વરિષ્ઠ નાટ્યલેખક-સર્જક પ્રવીણ સોલંકી, લેખક-દિગ્દર્શક રાજેશ જોશી અને નિર્માત્રી-અભિનેત્રી ડો. અમી ત્રિવેદી વોરાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
વિજેતાઓ આ પ્રમાણે છેઃ
01 ગ્રુપ, ઉંમર 07થી 16ઃ ત્રીજું ઇનામ – અનુષ્કા તેજસભાઈ પંડ્યા (ભાવનગર), બીજું ઇનામ – એકાંશ દિલીપ કથરોટિયા (મુંબઈ), પહેલું ઇનામ – શ્રેયા જગદીશ પટેલ (ઇડર)
02 ગ્રુપ, ઉંમર 17થી 32ઃ ત્રીજું ઇનામ – સિદ્ધાર્થ સમીર શાહ (વલસાડ), બીજું ઇનામ – મોના હસમુખ મોખા (મુંબઈ), પ્રથમ ઇનામ – દીપ નરેન્દ્ર ત્રિવેદી (ભાવનગર)
03 ગ્રુપ, ઉંમર 32થી 50ઃ ત્રીજું ઇનામ – કલ્પેશ દલપત રાજગોર (મુંબઈ), બીજું ઇનામ – ધારા આશિષ ત્રિવેદી (મુંબઈ), પહેલું ઇનામ – ધારેશ મહેશ શુક્લ (અમદાવાદ)
04 ગ્રુપ, ઉંમર 51 અને વધુઃ ત્રીજું ઇનામ – યામિની દીપક પટેલ (મુંબઈ), બીજું ઇનામ – ઊર્મિલા વિક્રમ પાલેજા (મુંબઈ), પહેલું ઇનામ પ્રીતી પરિમલ જરીવાલા (મુંબઈ)
આંગિકમ યુટ્યુબ ચેનલ પર સૌથી વધુ જોવાયેલી એકોક્તિનું ઇનામ રાજકોટના સાગર અરવિંદભાઈ ચૌહાણના ફાળે ગયું હતું.
સ્પર્ધાનું આયોજન અપ્રામી કમલેશ મોતા, બાબુલ ભાવસાર, સંજય વિ. શાહ અને સોનાલી ત્રિવેદીએ માંગરોળ મલ્ટીમીડિયા અને આંગિકમ યુટ્યુબ ચેનલના સહયોગમાં કર્યું હતું. આયોજકોએ ઇનામો સાથે આવી સ્પર્ધા હિન્દીમાં કરવાની જાહેરાત કરી છે, જેની વિગતો આવતા અઠવાડિયા સુધીમાં જાહેર થવાની છે.
wfpn4q