ગઈ સીઝનમાં નાગિન જેવું સુપરહિટ પૉપ સોંગ આપ્યા બાદ આસ્થા ગિલે ડી સોલ્ડર્સના સહયોગમાં એક નવું મજેદાર પેપ્પી ડાન્સ નંબર હર્મોસા લઈને આવી છે. ગીતના વિડિયોમાં હૉટસ્ટારની હોસ્ટેજીસ ફૅમ અભિનેતા-મૉડેલ આશિમ ગુલાટી પણ આસ્થા અને ડી સોલ્ડર્સ સાથે જોવા મળશે. સ્નેયા શેટ્ટી દ્વારા દિગ્દર્શિત આલ્બમનો વિડિયો મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો છે.
હર્મોસા સ્પેનિશ શબ્દ છે અને એનો અર્થ થાય છે સુંદર. ગીત એક રહસ્યમયી યુવતી વિશે છે જે વિવિધ સંસ્કૃતિ અને શહેરોનું પ્રતિનિધિત્વ કરે છે.