સંજય લીલા ભણશાળીની સુપર હિટ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું એક દૃશ્ય, ઇટલીથી આવેલા સમીર (સલમાન ખાન)ને પંડિત દરબારના પરિવારજનો એટલું આગ્રહપૂર્વક એટલું ખવડાવે છે કે પેટમાં ગરબડ થતાં એ સીધો અગાશી તરફ ભાગે છે. અગાશીમાં જઈ એ જોરતી વા-છૂટ કરે છે. સલમાન પાછળ આવેલી નટખટ નંદિની (ઐશ્વર્યા રાય) વા-છૂટનો અવાજ સાંભળી સમીરની મજાક ઉડાવતા કહે છે, સમીર, હવા કા ઝોંકા… ફિલ્મનો આ સીન તમને આજે પણ યાદ હશે.
ફિલ્મોમાં આવા દૃશ્યો ઘણી બૉલિવુડની જ નહીં, હૉલિવુડની ફિલ્મોમાં પણ જોવા મળે છે. એટલું જ નહીં, વા-છૂટ (પાદ) પર શોર્ટ ફિલ્મ, ડૉક્યુમેન્ટ્રી જ નહીં, આલ્બમ પણ બનાવવામાં આવ્યા છે. આવું જ એક આલ્બમ ફાર્ટ સૉંગ (પાદ સૉંગ) તાજેતરમાં સારેગામા મ્યુઝિક કંપની દ્વારા રિલીઝ કરવામાં આવ્યું. પહેલા આલ્બમ વિશે જણાવ્યા બાદ બૉલિવુડ અને હૉલિવુડના યાદગાર વા-છૂટ દૃશ્યોની વાત કરીએ
તાજેતરમાં પેજ-3, કૉર્પોરેટ અને ટ્રાફિક સિગ્નલ જેવી ફિલ્મોમાં પાર્શ્વ સંગીત આપનાર શમીર ટંડને એક આલ્બમ તૈયાર કર્યુ છે જેને સારેગામાએ રિલીઝ કર્યું છે. આલ્બમનું નામ સાંભળવું કદાચ તમને નહીં ગમે. આલ્બમનું નામ છે ફાર્ટ સૉંગ (પાદ ગીત). તળપદી ગુજરાતીમાં જેને વા-છૂટ કહે છે એના પર અભિનવ ડાંગરે લખેલાં ગીતને ગાયું છે વૉકલ સાયન્ટિસ્ટ ચેતન સશિતાલ અને ડીન સિકેરાએ.
ફાર્ટ સૉંગ તૈયાર કરના શમીર ટંડને કહ્યું કે, મેં ફાર્ટ (પાદ)નો મુદ્દો ઉઠાવ્યો છે. બધા એના પર હસતા હોય છે અને મજાક ઉડાવતા હોય છે. મને લાગે છે કે જો ગીત આપણા ચહેરા પર હાસ્ય રેલાવતું હોય તો આપણે હસતા રહેવું જોઇએ. મજાકની વાત બાજુએ મુકીએ તો વા-છૂટ આપણા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.
હૅલો બ્રધર
બૉલિવુડની સુપર હિટ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના સીનની વાત લેખની શરૂઆતમાં કરી. એ સિવાય સલમાન ખાનની જ ફિલ્મ હૅલો બ્રધરમાં પણ આવા અનેક સીન છે. જોકે એમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવતા નીરજ વોરા અવારનવાર વા-છૂટ કરતા દર્શાવાય છે. એમાંય જ્યારે કોઈ ગંભીર ક્રિમિનલ કેસની ચર્ચા થઈ રહી હોય ત્યારે જ નીરજને વા-છૂટ કરતો દર્શાવાયો છે.
અતિથિ ઇન લંડન
તો 2017માં આવેલી અતિથિ ઇન લંડનમાં તો એક પાદ ગઝલ પરેશ રાવલ, સંજય મિશ્રા, કાર્તિક આર્યન સહિતના કલાકારો પર ફિલ્માવવામાં આવી છે. ઘરમાં ચાલી રહેલી પાર્ટીમાં ગવાયેલી ગઝલના શબ્દો છે હમારી પાદ સે તો લોકો કા દિમાગ હિલ જાતા હૈ.
ગુડ ન્યુઝ
આવો જ એક સીન અક્ષય કુમાર, કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ અભિનીત ફિલ્મ ગુડ ન્યુઝમાં પણ છે. કરીના અક્ષયને ત્યાં દિલજીત-કિયારા આવે છે. ચારેય વચ્ચે વાતચીત ચાલી રહી હોય છે ત્યારે કિયારા જોરથી વા-છૂટ કરે છે અને અચાનક માહેલ બદલાઈ જાય છે.
ચલો દિલ્લી
જ્યારે 2011માં આવેલી શશાંત શાહ દિગ્દર્શિત ફિલ્મ ચલો દિલ્લીમાં પણ ફાર્ચનો મજેદાર સીન છે. એક ધાબામાં વિનય પાઠક અને લારા દત્તા જમી રહ્યા છે. લારા દત્તા થાળીમાં પીરસાયેલું ખાવાનું જોઈ મોં મચકોડે છે જ્યારે વિનય પાઠક મોજથી આરોગી રહ્યો છે. એટલું જ નહીં, જમતી વખતે જોરથી વા-છૂટ કરતો રહે છે. આ જોઈ લારા અકળાય છે પણ દર્શકોને મોજ પડી જાય છે.
પાદ
2018માં આવેલી અને એમેઝોન મિનિની ફિલ્મ પાદનો પ્લૉટ કંઇક વેગળો જ છે. સામાન્યપણે લવ સ્ટોરીની શરૂઆત આલિંગનથી કે કિસથી થાય છે. પણ ફિલ્મમાં એની શરૂઆત પાદથી થાય છે. સામાન્યપણે આપણા સમાજની મહિલાઓ જાહેરમાં વા-છૂટ કરવાથી બચતી હોય છે. પરંતુ ફિલ્મનો હીરોને એનાં લગ્નની રાતે આવી પરિસ્થિતિનો અનેકવાર સામનો કરવો પડે છે.
ફિલ્મમાં જ વા-છૂટના દૃશ્યો જોવા મળે છે એવું નથી. ફિલ્મના શૂટિંગ વખતે પણ આવી કૉમિક પરિસ્થિતિ સર્જાય છે. એક ઇન્ટરવ્યુમાં નકુલ રોશન સહદેવે જણાવ્યું હતું કે એ એકતા કપૂરની ફિલ્મ પગલૈટનું શૂટિંગ કરી રહ્યો હતો. સેટ પર સાન્યા મલ્હોત્રા, આશુતોષ રાણા શ્રુતિ શર્મા, રઘુવીર યાદવ જેવા અનેક કલાકારો મોજુદ હતા. એ સમયે દાદીનું પાત્ર ભજવી રહેલાં કલાકારે જોરમાં વા-છૂટ કરતા સેટ પર હાસ્યનું મોજું ફરી વળી હતું.
હૉલિવુડ ફિલ્મોના ટૉપ ટેન ફાર્ટ સીન
બૉલિવુડની આવી બીજી પણ ફિલ્મો હશે જેમાં હાસ્યરસ ઉમેરવા વા-છૂટના દૃશ્યો ફિલ્માવવામાં આવ્યા હોય. માત્ર બૉલિવુડ જ નહીં હૉલિવુડની ફિલ્મોમાં પણ આવા વા-છૂટ (ફાર્ટ)ના દૃશ્યો જોવા મળે છે. આવા ટૉપ દૃશ્યો ધરાવતો યુ-યુબ વિડિયો પણ ઘણો પોપ્યુલર છે. આ વિડિયોમાં રેન મૅન, શૉન ઑફ ધ ડેડ, ડમ્બ ઍન્ડ ડમ્બર, ધ નેકેડ ગન, ધ નટી પ્રોફેસર જેવી દસ ફિલ્મોના સીનનો સમાવેશ થાય છે.
આ સાથે પાદ સીનના દૃશ્યો જોવા માટે જે-તે ફિલ્મની લિન્ક પર ક્લિક કરો
પાદ સૉંગ આલ્બમ
https://www.youtube.com/watch?v=n6t3h1PlePU
હમ દિલ દે ચુકે સનમ
https://www.youtube.com/watch?v=LQmJw7wlQKc
ગુડ ન્યુઝ
ચલો દિલ્લી
અતિથી ઇન લંડન
https://www.dailymotion.com/video/x60l2er
હૉલિવુડ ફિલ્મો