ભીડેને સહાય કરશે ચંપકલાલ

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં ભીડ એના ઑનલાઇન ક્લાસ બંધ કરવાની જાહેરાત કરતા બધા ચિંતામાં પડી જાય છે. ભીડેના વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને ગોકુળધામવાસીઓ પણ ભીડેએ લીધેલા અણધાર્યા નિર્ણયથી દંગ રહી ગયા છે. ગોકુળધામના રહેવાસીઓ તેમની રીતે ભીડેને સમજાવવાની કોશિશ કરે છે કે ભીડે એનો નિર્ણય પાછો ખેંચે, પણ એ કોઇનું સાંભળતા નથી.

એટલે ગોકુલધામવાસીઓ, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ભીડેના ઘરે ભેગા થાય છે. પહેલા જેઠાલાલ અને પછી તારક મહેતા ભીડેને સમજાવવાની કોશિશ કરે છે. પણ ભીડે ટસના મસ થતા નથી. દરમ્યાન ચંપકલાલ ભીડેના ઘરે પહોંચે છે અને તેઓ ભીડેને સમજાવે છે કે ઑનલાઇન શિક્ષણ અને સંપર્ક આપણા જીવનનું એક નવું પાસું છે અને એની આદત પડતા થોડી વાર લાગશે. એટલે ઑનલાઇન ક્લાસ બંધ કરવાથી સમસ્યાનો હલ નહીં આવે. ભીડે ચંપકલાલની વાત સાથે સહમત થાય છે અને ક્લાસ બંધ કરવાનો નિર્ણય પાછો લે છે.

ભીડે એના તમામ વિદ્યાર્થીઓને ક્લબ હાઉસમાં લઈ જઈ શિક્ષણનું મહત્ત્વ સમજાવે છે. બાળકો પણ ભીડેની વાતો સાથે સહમત થઈ લગનપૂર્વક અભ્યાસ કરવાનું વચન આપે છે. હવે ભીડે કેવી રીતે બાળકોને પ્રેરણા આપશે એ જાણવું ઘણું રસપ્રદ બની રહેશે.

Exit mobile version