આમિર ખાન અને સની દેઓલ સાથે લાહોર 1947 ફિલ્મને કારણે હાલ ચર્ચામાં આવેલા રાજકુમાર સંતોષીને જામનગરની એક કોર્ટે બે વરસની જેલની સજા ફટકારી છે. ઉપરાંત બે કરડ રૂપિયાનો દંડ પણ ચુકવવાનો આદેશ આપ્યો છે. 2015ના ચેક બાઉન્સ કેસ મામલે તેમને સજા કરવામાં આવી છે.
હકીકતમાં રાજકુમાર સંતોષીએ જામનગરના બિઝનેસમેન અશોકલાલ પાસે એક કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જોકે આ પૈસા સંતોષીએ પાછા ચુકવ્યા નહીં. આથી અશોકલાલે રાજકુમાર સંતોષી વિરુદ્ધ જામનગરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસનો ચુકાદો આપતા જજે સંતોષીને સજા ફટકારી હતી.
મળતા અહેવાલ મુજબ અશોકલાલના વકીલે જણાવ્યું કે અશોકલાલ અને રાજકુમાર સંતોષી ઘણા સારા મિત્રો હતો. દોસ્તીના દેવ રાજકુમારે અશોકલાલ પાસે એક કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જોકે નિયત સમયે પૈસા પાછા આપી શક્યા નહીં. ત્યાર બાદ સંતોષીએ અશોકલાલને દસ લાખ રૂપિયાના દસ ચેક આપ્યા જે 2016માં બધા ચેક રીટર્ન થયા. આ મામલે અઢાર વખત સુનાવણી થઈ પણ રાજકુમાર સંતોષી એક પણ તારીખે હાજર રહ્યા નહોતા.
67 વર્ષના રાજકુમાર સંતોષી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા-દિગ્દર્શક છે. તેમણે સની દેઓલ, શાહિદ કપૂર, રણબીર કપૂર, કેટરિના કૈફ, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર જેવા ટોચના કલાકારો સાથે ફિલ્મો બનાવી છે. તેમણે દામિની, ખાકી, અજબ પ્રેમ કી ગજબ કહાની જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તો પુકાર, લજ્જા, દિલ તુમ્હારા હૈ અને અંદાજ અપના અપના જેવી ફિલ્મો લખી પણ છે.