બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

બૉલિવુડ પર કોરોનાનો ઓછાયો ઓછો થવાનું નામ લેતો નથી. રવિવારે બે કલાકારોએ તેમનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યુ છે. જેમાં ઍક્શન સ્ટાર અક્ષય કુમાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાન્સિંગ સ્ટાર ગોવિંદાનો સમાવેશ થાય છે. ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ તેમના પીઆરઓ દ્વારા આ બાબતની જાણકારી આપી હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઍક્શન સ્ટાર અક્ષય કુમારે રવિવારે સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી જાણ કરી કે એનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તાજેતરમાં જે લોકો એના સંપર્કમાં આવ્યા છે તેમને કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરી છે. અક્ષયે જાણકારી આપતા જણાવ્યું કે એ ઘરમાં ક્વૉરન્ટાઇન થયો છે અને એને જણાવેલા તમામ નિયમોનું પાનલ કરી રહ્યો છે. એ સાથે અક્ષયે ચાહકોને વાયદો તર્યો છે કે વહેલી તકે એ સાજો થઈ પાછો ફરશે.

ઉલ્લેખની ય છે કે અક્ષય કુમાર હાલ જૅકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા સાથે તેમની આગામી ફિલ્મ રામસેતુનું શૂટિંગ કરી રહ્યા હતા. જોકે અક્ષય કુમારનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફિલ્મનું શૂટિંગ અટકી ગયુ છે. હજુ થોડા દિવસ પહેલાં જ અક્ષય કુમારનો લૂક રિલીઝ કરાયો હતો.

અક્ષય કુમાર હાલ ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત કલાકારમાંના એક છે. એના અનેક પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે કે શરૂ થશે. જેમાં પૃથ્વીરાજ, રક્ષાબંધન, અતરંગી રે, હેરા ફેરી સિરીઝ, હાઉસ ફુલ સિરીઝ જેવી ફિલ્મો સામેલ છે.

જ્યારે રવિવારે બપોર બાદ ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ તેમની પીઆર એજન્સી દ્વારા પ્રેસ રિલીઝ મોકલી જાણ કરી હતી કે ગોવિંદા પણ સંક્રમિત થયો છે અને એનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એને હળવા લક્ષણો છે અને હૉમ ક્વૉરન્ટાઇ થયો હોવાનું જણાવ્યું હતું.

સુનિતા આહુજાએ વિનંતી કરી છે કે જેઓ તાજેતરમાં ગોવિંદાના સંપર્કમાં આવ્યા હોય તેઓ સાવચેતીના પગલાં તરીકે કોવિડ ટેસ્ટ કરાવી લે. એ સાથે ગોવિંદાએ જલદી સાજો થાય એ માટે દેશ-વિદેશના તેના ચાહકો પાસે શુભેચ્છાઓ અને આશીર્વાદ આપવા જણાવ્યું છે.

બૉલિવુડના સ્ટાર્સ કોરોનાની રસી મુકાવી રહ્યા છે તો બીજી બાજુ તમામ પ્રકારની સાવધાની અને સાવચેતીના પગલાં લેવા છતાં સ્ટાર્સ કોરોનાનો ભોગ બની રહ્યા છે. કાર્તિક આર્યન, રણબીર કપૂર, સંજય લીલા ભણશાળી, રોહિત સરાફ જેવા અનેક સ્ટાર્સ શૂટિંગ દરમિયાન પોઝિટિવ થયા અને હવે નેગેટિવ થઈ ચુક્યા છે.

તાજેતરમાં આલિયા ભટ્ટે પણ કન્ફર્મ કર્યું કે એ કોરોના પોઝિટિવ છે અને ઘરમાં ક્વૉરન્ટાઇન થઈ છે. હવે આ યાદીમાં અક્ષય કુમાર અને ગોવિંદાનું નામ પણ ઉમેરાયું છે.

Exit mobile version