તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે ગ્લેમરસ ગર્લ

કોરનાના કાળ દરમ્યાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કન્સેપ્ટમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. અત્યારે કોરોના મહામારી દરમ્યાન દવા-ઑક્સિજનના થઈ રહેલા કાળાબજારને કેન્દ્રમાં રાખી કથાનક આગળ વધી રહ્યું છે. ગોકુળધામ સોસાયટીના વરિષ્ઠ પત્રકાર પોપટલાલ હાલ કાળાબજાર બંધ કરાવવાના મિશન પર છે. અને તેમણે સોગંધ ખાધા છે કે એ કાળાબજાર બંધ કરાવીને જ રહેશે.

પોપટલાલનું મિશન આગળ ધપી રહ્યું છે ત્યારે વાર્તામાં નવો ટ્વિસ્ટ આવે છે, અને એ પણ ઘણો એક્સાઇટિંગ. કારણ, શોમાં એક નવી એન્ટ્રી થઈ રહી છે. હવે આ નવી એન્ટ્રી માત્ર કાળાબજારવાળા એપિસોડ દરમ્યાન જ હશે કે નવી એન્ટ્રી સાથે પોપટલાલની જિંદગીમાં કોઈ ઉથલપાથલ થવાની છે? હકીકતમાં શોમાં સ્પ્લિટ્સવિલાની સ્પર્ધક રહી ચુકેલી આરાધના શર્માની એન્ટ્રી થઈ છે.

એવું કહેવાય છે કે આરાધનાની સિક્વંસ વધારી શકાય એમ છે. અને એવું બની શકે છે કે એના તાણાવાણા પોપટલાલની જિંદગી સાથે જોડાઈ શકે છે. શક્ય છે કદાચ આવું કંઈ ન થાય તો પણ શોની એક માત્ર ગ્લેમરસ અભિનેત્રી બબિતાને ચોક્કસ ટક્કર મારશે. પરંતુ અત્યારે પ્રસારિત થઈ રહેલા એપિસોડમાં સિરિયલના ઘણા કલાકારો નજરે પડતા નથી.

જોકે એનું કારણ છે કોરોના મહામારી. મુંબઈમાં શૂટિંગ કરવાની પરવાનગી ન હોવાથી દમણમાં શૂટિંગ થઈ રહ્યું છે અને માત્ર ગણતરીના કલાકારોને ત્યાં લઈ જવાયા છે. કાળાબજારીના કથાનકના શૂટિંગ માટે ડૉ. હાથી, પોપટલાલ, જેઠાલાલ ઉપરાંત કાળાબજારિયાની ભૂમિકામાં મુનિ ઝા દમણના રિસોર્ટમાં શૂટિંગ કરી રહ્યા છે. હવે એમાં આરાધના શર્માનો ઉમેરો થયો છે. જાણવા મળ્યા મુજબ આરાધના શોમાં રિસોર્ટની કર્મચારી દર્શાવાઈ છે જે રૂમ સર્વિસનું કામ કરે છે. તાજેતરમાં આ એપિસોડનું શૂટિંગ થયું જેમાં આરાધનાએ જેઠાલાલને મળવાનું હોય છે.

એક મુલાકાતમાં આરાધનાએ જણાવ્યું કે એ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની જબરી ચાહક છે અને તેમને મળવાનું મારૂં સપનું સાકાર થયું. એને માટે તો આ ફૅન મોમેન્ટ જેવું હતું.

ઝારખંડના રાચીમાં જન્મેલી આરાધનાએ મૉડેલિંગ બાદ અનેક શોમાં ભાગ લીધો છે. જેમાં બૂગવૂગી, ડીઆઈડી-૬, અલાદ્દીન નામ તો સુના હોગા અને હીરો ગાયબ મોડમાં એ કામ કરી ચુકી છે.

Exit mobile version