લૉસ એન્જલિસના વાઇલ્ડફાયરને કારણે હૉલિવુડના અનેક કલાકારોએ જાન્યુઆરીની શરૂઆતમાં જ તેમનાં ઘરો ખાલી કરવા પડ્યા. અહીંના પપેલિસેડ્સ, ઈટન અને એની આસપાસના વિસ્તારોમાં હવાની ગતિ કલાકના સો માઇલ કરતા વધુ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.
આગ એટલી વ્યાપક હતી કે કેલિફોર્નિયાના ગવર્નરે કટોકટી જાહેર કરવાની સાથે લૉસ એન્જલિસના ત્રીસ હજારથી વધુ ઘરો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. લૉસ એન્જલિસમાં અનેક હૉલિવુડના ખ્યાતનામ કલાકારો રહે છે અને તેમણે પણ તેમનો અને પરિવારનો જીવ બચાવવા ભાગવું પડ્યું કે ઘર ખાલી કરવું પડશે.
કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગે ગંભીર સ્વરૂપ લેતા બ્રેન્ટવુડ, કેલિફોર્નિયા સ્થિત ઘરેથી
હેરિસન ફોર્ડને સલામત સ્થળે લઈ જતી લૉસ એન્જલિસ પોલીસ.
વાયા બૉલિવુડ હૉલિવુડ ગયેલી પ્રિયંકા ચોપરાએ એના ઘરમાંથી બળી રહેલા લૉસ એન્જલિસના વિડિયો સોશિયલ મીડિયા પર અપલૉડ કર્યા હતા. વિડિયોમાં પ્રિયંકા હૉરિબલ બોલતી સંભળાય છે.
તો નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પરએક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એ પોતાની આપવીતી જણાવે છે. લૉસ એન્જલિસમાં લાગેલી આગને ભયાવહ જણાવવાની સાથે પોતે ડરી ગઈ હોવાનું પણ જણાવ્યું. એણે કહ્યું કે જંગની આગ ઘણી ભયાનક છે. આવા દૃશ્યો પહેલાં મેં ક્યારેય જોયા નથી. અમને પાંચમિનિટ પહેલાં જ નીકળી જવાનો દેશ મળ્યો. એટલે મેં મારો સામાન ફટાફટ પેક કર્યો અને અહીંથી બહાર નીકળી રહી છું. એ સાથે નોરાએ ઉમેર્યું કે આજે મારી ફ્લાઇટ છે અને મને આશા છે કે એ હું પકડી શકીશ.
લૉસ એન્જલિસમાં લાગેલી આગને કારણે હૉલિવુડના અનેક ખ્યાતનામ કલાકારોના ઘરો બળી ગયા કે પુષ્કળ નુકસાન થયું છે.
વિખ્યાત અભિનેત્રી અને હોટેલ ચેઇનની ઉત્તરાધિકારી પેરિસનું માલિબુનું ઘર આગમાં નાશ પામ્યું છે. એણે લખ્યું કે ટીવી પર એના ઘરને બળતું જોઈ અમારો જીવ વલોવાઈ રહ્યો હતો. હિલ્ટને એના પતિ કાર્ટર રીમ સાથે મળી 8.4 મિલિયન ડૉલરમાં એનું માલિબુનું ઘરપ ખરીદ્યું હતું.
હેડ્ડી મૉડાંગ અને સ્પેન્સર પ્રેટ
વિકરાળ આગની જ્વાળાએ હેડ્ડી મોંટાગ અને સ્પેન્સર પ્રેટના ઘરને પણ પોતાની ટપેટમાં લીધું હતું. સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું કે તેઓ એવા અનેક લોકોમાંના એક છે જેમણે આગનો કારણે પોતાનું ઘર ગુમાવ્યું હોય.
એડમ બ્રૉડી અને લીટન મેસ્ટર
લૉસ એન્જલિસમાં આવેલી એડમ બ્રૉડી અને લીટન મેસ્ટની 6.5 મિલિયન ડૉટલરની સંપત્તિ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. સોશિયલ મીડિય. પર અપલૉડ કરાયેલા ફોટામાં દંપતિના પાંચ બેડરૂમ અને છ બેડરૂમવાળું ઘર તબાહ થતું જોવા મળે છે.
એના ફારિસ
હૉલિવુડની ઓર એક સ્ટાર એના ફારિસનું કરોડોનું ઘર પણ આગને કારણે ગુમાવ્યું હતું. ફારિસનું ઘર પર્યાવરણને અનુકુળ હતું. હાઉસ બનીની સ્ટારે 2018માં પેસિફિક પૈલિસેડ્સની મિલકત કથિતપણે 4.9 મિલિયન ડૉલરમાં ખરીદી હતી.
માઇલ્સ ટેલર
પેસિફિક પૈલિસેડ્સમાં આવેલું માઇલ્સ ટેલર અને એની પત્ની કેલી ટેલરનું 7.5 મિલિયન ડૉલરનું ઘર પણ આગમાં બળીને ખાખ થઈ ગયું. ટૉપ ગન મેવરિક સ્ટારની સંપત્તિ આગમાં પૂર્ણપણે નાશસ પામી હતી.
યુજીન લેવી
પેસિફિક પૈલિસેડ્સની આસપાસ લાગેલી આગને કારણે યુજીન લેવીએ એની લૉસ એન્જલિસનું ઘર ખાલી કરવું પડ્યું. અમેરિકન પાઈનવા કલાકારે જણાવ્યું કે, ટેમેસ્કલ કેન્યન પરનો ધુમાડો એટલો ગાઢ હતો કે બીજું કંઇ દેખાતું નહોતું. જોકે પાછળથી જાણ થઈ કે લેવીનું ઘર પણ આગમાં નાશ પામ્યું હતું.
એન્થની હૉપકિન્સ
ઑસ્કર અવૉર્ડ વિજેતા એન્થની હૉકિન્સે પણ કેલિફોર્નિયામાં લાગેલી આગમાં પોતાનું ઘર ગુમાવ્યું. હૉપકિન્સનું પેસિફિક પૈલિસેડ્સનું ઘર આગ લાગ્યા બાદ કાટમાળના ઢગલો બની ગયું હતું. આગમાં બળીને ખાખ થયેલા ઘરમાં રહેવા વ્યા એ પહેલા સાયલન્સ ઑફ ધ લેમ્બ સ્ટાર પચીસ વરસ સુધી બાજુની એક હવેલીમાં રહેતા હતા.
બિલી ક્રિસ્ટલ
કેલિફોર્નિયાની આગમાં જે કલાકારોએ ઘર ગુમાવ્યા એમાંના એક બિલી ક્રિસ્ટલ પણ છે પેસિફિક પૈલિસેડ્સ ખાતે આવેલી કૉમેડિયન બિલીની પૂરી પ્રોપર્ટી બળી ગઈ હતી. પણ બચ્યું તો તેમનું ટેનિસ કોર્ટ.
આ સિવાય પણ ઘર ગુમાવનારાઓમાં કૉમેડિયન જૉન ગુડમેન, ઓએપી સ્ટાર કેમરૂન મેથિસન, હાઉ આઈ મેટ યોર મધર સ્ટાર કોબી સ્મલ્ડર્સ, ડાયને વૉરેન અને ધ પ્રિન્સેસ બ્રાઇડ સ્ટાર કેરી એલ્વેસ. આ સિવાય અનેક કલાકારોની મિલકતને નુકસાન નથી પહોંચ્યું પણ સલામતીના કારણોસર ઘર છોડવું પડ્યું છે.