ગડા ઇલેક્ટ્રોનિક્સની ખ્યાતિ વિદેશ પહોંચી, છેક કેન્યાથી ઇન્કવાયારી આવી
જેઠાલાલને છેક કેન્યાથી બિઝનેસની ઈન્કવાયરી આવતાં સાતમા આસમાનમાં વિહરી રહ્યા છે. ધંધાની પ્રાથમિક વાતચીત નટુ કાકા અને બાઘાએ કર્યા બાદ જેઠાલાલ ડીલને આખરી ઓપ આપવા એક મીટિંગ બોલાવે છે. એક આકર્ષક બિઝનેસ ડીલ હાંસલ કરવા અને ગ્રાહકને ઇમ્પ્રેસ કરવા જેઠાલાલ એમના મિત્ર તારક મહેતાને પણ મિટિંગમાં હાજર રહેવા વિનંતી કરે છે.
આવનારી મુસીબતથી અજાણ તારક મહેતા એમના બૉસ પાસે બહાનું કાઢી જેઠાલાલની મિટિંગમાં જોડાય છે.
હવે તારક મહેતાના જૂઠાણાંની જાણ બૉસને થાય છે કે આવનારી મુસીબતમાંથી ઉગારવા કોઈ હરિનો લાલ આવશે?
તારક મહેતા પર આવનારી મુસીબતો કેવી હશે અને કેટલી હેરાનગતિ ભોગવવી પડશે એ તો આવનારા એપિસોડમાં જાણી શકાશે.