18 જુલાઈએ કેન્સરની બિમારીને કારણે દુનિયાને અલવિદા કહી ગયેલા રાજેશ ખન્નાને આજે પણ તેમના પરિવારની સાથે લાખે ચાહકોના દિલમાં વસી રહ્યા છે. કાકાના હુલામણા નામે જાણીતા અભિનેતા પાછળ ચાહકો એટલા દીવાના હતા કે તેમની ફિલ્મો બેક ટુ બેક સિલ્વર જ્યુબિલી મનાવતી હતી અને છોકરીઓ તેમની પાછળ એટલી પાગલ હતી કે તેમના ફોટા સાથે લગ્ન કરતી.
તેમની સાતમી પુણ્યતિથિ નિમિત્તે ચાહકોની સાથે પુત્રી ટેવિન્કલે પણ તેમને યાદ કરવાની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. ટ્વિન્કલે એના બાળપણનો ફોટો શેર કરતા લખ્યું, મારા દિલમાં હંમેશ રહેશે અને એમના દિલોમાં પણ જેમણે પોતાના હૈયામાં તેમને સ્થાન પ્યું છે. ફોટામાં નાનકડી ટેવિન્કલ અને બહેન રિન્કી સાથે રમતી નજરે પડે છે.
ટ્વિન્કલ ખન્ના પિતાની એકદમ નજીક હતી અને બંનેનો જન્મદિવસ પણ એક જ તારીખે એટલે કે 29 ડિસ્મ્બરે આવે છે. રાજેશ ખન્નાએ તેમની કરિયરની શરૂઆત 1966માં આવેલી ફિલ્મ આખરી ખતથી શરૂ કરી હતી. 1969માં રિલીઝ થયેલી આરાધના ફિલ્મથી તેમના સ્ટારડમની શરૂઆત થઈ. ત્યાર બાદ 1971 સુધી રાજેશ ખન્નાએ સતત 15 સુપરહિટ ફિલ્મો આપી. આ રેકોર્ડને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. રાજેશ ખન્નાએ તેમની કરિયરમાં કુલ 168 ફિલ્મોમાં કામ કર્યું. 1970 થી 1987 સુધી રાજેશ ખન્ના હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ ફી લેતા કલાકાર હતા. તેમના અવસાન બાદ કેન્દ્ર સરકારે પદ્મભૂષણ પુરસ્કારથી સન્માન્યા હતા.