એક કરતા વધુ હૉટ ટોપિક લાવનારી ધ સન મરાઠી ચૅનલ હવે દર્શકોને કંઈક નવું આપવાનો પ્રયાસ કરી રહી છે. કૌટુંબિક, સાસુ-વહુ, પ્રેમ કથા દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવાની કરી રહેલી સન મરાઠી ચૅનલ ટૂંક સમયમાં દર્શકો માટે રોમાંચક વિષય ધરાવતી સિરિયલ ટિકલી લઈને આવી રહી છે.
હવે જો તમે વિચારી રહ્યા હો કે આ ‘ટિકલી’ કઈ બલાનું નામ છે અને એમાં હકીકતમાં શું છે? તો જાણવા તમારે ટિકલી સિરિયલની ઝલક જોવી પડશે. જેની સાથે ગામડાનાં લોકો અંતર રાખે છે, એવી યુવતી જેની ઉપસ્થિતિને કારણે જ કોઈની જિંદગી બરબાદ થઈ જાય છે, ન ઘર કે ન દરવાજો ધરાવતી ટીકલીનું અસલી રહસ્ય શું છે, જે વ્યક્તિને એ જુએ છે તે કોણ છે, લોકો એવું કેમ વિચારે છે કે તેની સાથે સંબંધ ન બાંધવામાં જ બધાનું હિત છે?
અભિનેત્રી પૂજા થોંબરે અને વૈષ્ણવી કલ્યાણકર સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ટિકલીની ભૂમિકા વૈષ્ણવી ભજવી રહી છે. જોકે પ્રોમોમાં જોવા મળેલી વ્યક્તિ જેનું રહસ્ય જાણવામાં દર્શકોની ઉત્સુકતા વધી રહી છે તે પૂજા દ્વારા ભજવવામાં આવી છે. ટિકલી પાછળનું રહસ્ય અને સત્ય ટૂંક સમયમાં સન મરાઠી ચૅનલ પર જોવા મળશે.
tgbxq6