Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Dhollywood

ગુજરાતમાં ચાલી રહ્યો છે હૉરર કૉમેડી ફિલ્મોનો ટ્રેન્ડ

દર્શકો પણ હોંશેહોંશે પૈસા ખર્ચી થિયેટરમાં ભયાનક રસનો આસ્વાદ માણવા જતા હોય છે

Pradyuman Kapadia by Pradyuman Kapadia
December 31, 2024
Reading Time: 1 min read
0
ગુજરાતમાં ચાલી રહ્યો છે હૉરર કૉમેડી ફિલ્મોનો ટ્રેન્ડ

શાસ્ત્રમાં જે નવ રસનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં એક રસ એવો છે જેનો અનુભવ કરવાનું કોઈને પસંદ નથી, પરંતુ એને માણવાનું સૌને ગમે છે. આ રસ એટલે ભયાનક. આ રસનો અનુભવ કરનાર વ્યક્તિ જો જીવતો રહ્યો તો જીવનભર એ ઘટના ભૂલી શકતો નથી. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, અદભુત જેવા રસ પર આધારિત અનેક ફિલ્મો બની છે તો ભયાનક રસ પણ એમાં પાછળ નથી. દર્શકો પણ હોંશેહોંશે પૈસા ખર્ચી થિયેટરમાં ભયાનક રસનો આસ્વાદ માણવા જતા હોય છે. જેનું લેટેસ્ટ ઉદાહરણ છે સ્ત્રી-૨. ફિલ્મ જોનારાઓ એના વખાણ કરતા થાકતા નથી. હૉલિવુડથી લઈ ઢોલિવુડ સુધી ભૂત-પ્રેતની ડરામણી વાતો દર્શાવતી ફિલ્મોની બોલબાલા છે. જોકે હવે આવી ફિલ્મોમાં હૉરરની સાથે કૉમેડીનો પણ તડકો ઉમેરવામાં આવે છે. ભૂલભૂલૈયા અને સ્ત્રી જેવી સુપરહિટ ફિલ્મો હૉરર કૉમેડીના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ મામલે ઢોલિવુડ પણ પાછળ નથી. એક સમય એવો હતો જ્યારે નિર્માતાની દલીલ રહેતી કે લોકોને સોશિયલ અને ધાર્મિક ફિલ્મો જ જોવી ગમે છે.

વીર માંગડાવાળો (૧૯૭૭)

કૉમેડી ફિલ્મ બનાવવાનું પણ કોઈ સાહસ નહોતું કરતું. ત્યારે સુભાષ સાગરે ૧૯૭૭માં  તેમની પહેલી ગુજરાતી ફિલ્મ માટે ભૂતપ્રેતનો વિષય પસંદ કર્યો હતો. રામાનંદ સાગર દ્વારા પ્રસ્તુત ફિલ્મની વાર્તા વીર માંગડાવાળો સૌરાષ્ટ્રની જાણીતી લોકકથા પર આધારિત હતી. ફિલ્મનું શૂટિંગ લક્ષ્મી વિલાસ પેલેસમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મના દિગ્દર્શક હતા બાબુભાઈ મિસ્ત્રી.

ફિલ્મની વાર્તા કંઇક આ પ્રમાણે છે. ધાતરવાડના રાજવી ભાણ જેઠવાનો ભત્રીજો માંગડાવાળો ગામમાંથી ગાયોને ચોરી જતા ડાકુ બાયલ ટાડવાનો પીછો કરે છે. રસ્તામાં એને પ્રેમિકા પદ્માવતી મળે છે જે ચોપાટ રમવાનો આગ્રહ કરે છે. માંગડાવાળો પાછા ફરી ચોપાટ રમવાનું વચન આપી બાયલનો પીછો કરે છે. જોકે બાયલ સાથેની લડાઈમાં માંગડાવાળો વીરગતિ પામે છે. વચનપૂર્તિ વગર અવસાન થતાં પદ્માવતી પાગલ બની જાય છે. જોકે પદ્માવતીનાં લગ્ન એક વણિક સાથે નક્કી થાય છે. લગ્ન માટે જઈ રહેલી જાનને માંગડાવાળાનું ભૂત અટકાવે છે. એટલું જ નહીં, ભૂત તેના કાકાને પદ્માવતી સાથે એના લગ્ન કરાવવાની વિનંતી કરે છે. બંનેના એક વટવૃક્ષ નીચે લગ્ન થાય છે. જોકે તેમનું મિલન માત્ર રાત્રે જ શક્ય બનતું. અંતે પદ્માવતી માંગડાવાળાના ભૂતને દામોદર કુંડમાં તેના અસ્થિ સાથે સમાધિ લઈ ભૂતિયા જીવનમાંથી છૂટકારો અપાવે છે. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને સ્નેહલતા ઉપરાંત ફિલ્મમાં બૉલિવુડના ગબ્બર સિંહ અમજદ ખાને ડાકુ બાયલની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં બૉલિવુડના જાણીતા કલાકારો અચલા સચદેવ, ટુનટુન, કેષ્ટો મુખર્જી, શકિલાબાનો ભોપાલી, પદ્મા ખન્નાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૭૬માં આવેલી આ ફિલ્મને ભોજપુરીમાં ડબ કરી ૧૯૭૮માં રિલીઝ કરવામાં આવી હતી.

તમે રે ચંપો ને અમે કેળ (૧૯૭૮)

૧૯૭૮માં આવેલી કનોડિયા ફિલ્મ્સની તમે રે ચંપો ને અમે કેળ પણ આજ કેટેગરીમાં આવે છે. નરેશ કનોડિયા અને સ્નેહલતા ઉપરાંત અરવિંદ જોશી, રજનીબાળા, ચંદ્રકાંત પંડ્યા, રમેશ મહેતા, રાગિણી,  જગદીશ શાહ જેવા ધરખમ કલાકારો ધરાવતી ફિલ્મમાં પણ મૃત્યુ પછીના જીવનની વાત આલેખવામાં આવી છે. ફિલ્મનું ટાઇટલ સોંગ તમે રે ચંપો ને અમે કેળ આજે પણ એટલું જ લોકપ્રિય છે.

૧૬ ફાઇટ અગેઇન્સ્ટ રેગિંગ  (૨૦૧૬)

લગધીરસિંહ જાડેજા દિગ્દર્શિત ફિલ્મ ૧૬ ફાઇટ અગેઇન્સ્ટ રેગિંગ એક કૉમેડી-હૉરર-મિસ્ટરી ફિલ્મ છે જેમાં કૉલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતાં રેગિંગની વાત કહેવામાં આવી છે. એ સાથે રેગિંગને કારણે જુનિયર વિદ્યાર્થીઓના જીવનમાં કેવી અસર પડે છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે ચિની રાવલ, તેજસ ચક્રવર્તી અને યુવરાજ ગઢવી.

ગુજરાત ટુ મુંબઈ  (૨૦૧૭)

કાલિંદી દવે નિર્મિત-દિગ્દર્શિત હૉરર-સસ્પેન્સ ફિલ્મ ગુજરાતથી મુંબઈની વાર્તા પાંચ કૉલેજિયન મિત્રોની છે. તેઓ માતા-પિતા સમક્ષ ખોટું બોલી મુંબઈ ફરવા જાય છે. ત્યાં તેમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફિલ્મના કલાકારો છે આદિત્ય સોની, નિલેશ અમલાની, વંશ શાહ, પ્રેયસી કોઠારી અને સચી શાહ.

૪૭ ધનસુખ ભવન (૨૦૧૯)

નિર્માતા નૈતિક રાવલ અને રિશી વ્યાસની ફિલ્મ ૪૭ ધનસુખ ભવનનું દિગ્દર્શન નૈતિક રાવલનું છે. ફિલ્મનું શૂટિંગ સુરતમાં થયું છે. વાર્તાના કેન્દ્રમાં છે એક જૂનું ઘર જ્યાં અજીબોગરીબ ઘટનાઓ બને છે. શ્યામ નાયર, રિશી વ્યાસ, ગૌરવ પાસવાલા, જય ભટ્ટ અને હેમાંગ વ્યાસ અભિનીત ૪૭ ધનસુખ ભવન ગુજરાતીની પહેલી ફિલ્મ છે જે એક પણ કટ વિના એક શોટમાં ફિલ્માવવામાં આવી છે.

બાગડ બિલ્લા (૨૦૨૨)

ભાવિન માંડવિયા અને જીગર માંડવિયા નિર્મિત અને સચિન બ્રહ્મભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ બાગડ બિલ્લાનો હીરો છે કૅબ ડ્રાઇવર ચિરંજીવી ઉર્ફે ચિરુ. એક રાતે એની કૅબમાં એક સુંદર યુવતી આવે છે અને ચિરુ એના પ્રેમમાં પડી જાય છે. એક રાતનો પ્રવાસ ગજબનો અનુભવ કરાવી જાય છે. ફિલ્મના કલાકારો છે ચેતન ધાનાણી, જૉલી રાઠોડ, ઓજસ રાવલ, ચેતન વ્યાસ અને મૌલીન પરમાર.

તાલિકા (૨૦૨૨)

ફિલ્મનું પોસ્ટર જોઈને જ દર્શકો સમજી જાય કે આ હૉરર ફિલ્મ હશે. પોસ્ટર પર દેખાતા ભૂતનું નામ છે તાલિકા અને એ ભજવનાર કલાકાર છે આંચલ શાહ. ફિલ્મનું મુખ્ય પાત્ર સ્વીટી છેક અમેરિકાથી ગુજરાતના એક નાના ગામડામાં એના બાળપણના મિત્રને મળવા આવે છે. સ્વીટીને તેની શાળાના મિત્રો સાથે પુન:મિલનનો આનંદ તો છે પરંતુ એને તેના બાળપણના મિત્રને શોધવાનો બાકી છે. મિતાલી જાની લિખિત-દિગ્દર્શિત ફિલ્મના કલાકારો છે સંજીત ધુરી, ઓજસ રાવલ અને આંચલ શાહ.

વેલકમ પૂર્ણિમા (૨૦૨૩)

હૉરર કૉમેડી ફિલ્મ વેલકમ પૂર્ણિમામાં સુપર સ્ટાર હિતેન કુમાર મેરેજ બ્યુરો ચલાવતા હિંમતલાલ અંધારિયાની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં તેમનો દીકરો યુગ લગ્ન કરવા માગતો નથી. કારણ, એને સારા લેખક બનવું છે અને એ માટે એક એવા પાત્રની શોધમાં છે જે તેની નોવેલને હિટ બનાવે. દરમિયાન લગ્ન માટે ના પાડતો યુગ અચાનક વહુ લઇને આંગણે આવી છે. પરંતુ આ વહુ કેવી છે જે દેખાતી નથી અને સાંભળાતી પણ નથી. પણ એવું કેમ? કારણ, યુગ એક આત્મા સાથે લગ્ન કરીને આવ્યો છે. આને કારણે ઘરમાં ભયનો માહોલ ફેલાય છે.

ફિલ્મમાં હિતેન કુમાર સાથે હેમ સેવક, માનસી રાચ્છ, હીના જયકિશન, બિંદા રાવલ, મૌલિક ચૌહાણ, ચેતન ધાનાણી જેવા કલાકારો ફિલ્મને રોચક બનાવે છે.

ઝમકુડી (૨૦૨૪)

માનસી પારેખ અને પાર્થિવ ગોહિલની ડાકણ ઝમકુડીએ તો બૉક્સ ઑફિસ ગજવી નાખી. ગુજરાતમાં જ્યારે નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થતી હોય છે ત્યારે ધણીવાડા ગામમાં ભયનો માહોલ સર્જાય છે. કારણ, આ ગામમાં ડાકણોનો પ્રકોપ છે. ફિલ્મમાં માનસી પારેખ ઉપરાંત સંજય ગોરડિયા, વિરાજ ઘેલાણી, પાર્થિવ ગોહિલ, ઓજસ રાવલ, ભૌમિક આહિર, હેતલ મોદી અને નિસર્ગ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે.

કારખાનુ (૨૦૨૪)

બીજી ઓગસ્ટે રિલીઝ થયેલી ઋષભ થાનકી દિગ્દર્શિત ફિલ્મ કારખાનું ધીમી પણ મક્કમ ગતિએ બૉક્સ ઑફિસ પર કબજો જમાવી રહી છે. ફિલ્મના કેન્દ્રમાં છે એક નાનકડા ગામડાંમાં આવેલું કારખાનું. બને છે એવું કે કાળી ચૌદશની રાત્રે ત્રણ સુથાર કારખાનામાં ફસાઈ જાય છે. કારખાનામાં એવી એવી ઘટનાઓ બને છે કે ત્રણે સુથાર ડરી જાય છે. આમ છતાં ત્રણેય ભૂતિયા કારખાનાનું રહસ્ય છતું કરવાનો નિર્ણય કરે છે. અને કારખાનામાં બનતી અજીબોગરીબ ઘટનાઓનું રહસ્ય બહાર આવે છે. પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખ લિખિત સુપરનેચરલ કૉમેડી ફિલ્મમાં જીણીતા લેખિકા, વક્તા અને અભિનેત્રી કાજલ ઓઝા વૈદ્ય, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજુ બારોટ, પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક શાસ્ત્રી, હર્ષદીપ સિંહ જાડેજા અને દધીચિ ઠાકર મુખ્ય ભૂમિકામાં છે.

આવનારી ફિલ્મ ફાટી ને?

અગાઉની બે ફિલ્મો કરતા અલગ એટલે કે હૉરર જૉનરની ફિલ્મ લઈને ફૈઝલ હાશ્મી આવી રહ્યા છે. 31 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મના મહત્ત્વના હિસ્સાનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. ફિલ્મની શરૂઆતની વીસ મિનિટ ગુજરાતી અને અંગ્રેજી કલાકારોનું ફ્યુઝન જોવા મળશે. ત્યાર બાદ વાર્તાના કેન્દ્રમાં ગુજરાતી કલાકારો જોવા મળશે.

ફિલ્મમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા ખાસ મિત્રો છે અને બંને મેલબોર્ન પોલીસ નોકરી કરે છે. જોકે આ નોકરી તેમને લાગવગથી મળી છે બાકી બંનેમાં પોલીસ બનવાની લાયકાત ધરાવતા નથી. જોકે તેમની લાગવગ એવી છે કે કોઈ તેમને કાઢી શકતું નથી. તેમની નોકરીના ચક્કરની સાથોસાથ એક ભૂત સાથે તેમનો પનારો પડે છે.

Tags: 47 Dhansukh Bhavan47 ધનસુખ ભવનBagad BillaDhollywoodFaati neGujarati FilmHiten KumarHitu KanodiaHorror Comedy FilmsKarkhanuManasi ParekhTallikaTme Re Champo Ne Ame KelVeer MangadavaloWelcome PurnimaZamkudiકારખાનુંગુજરાતી ફિલ્મઝમકુડીઢોલિવુડતમે રે ચંપો ને અમે કેળતાલિકાનરેશ કનોડિયાફાટી નેબાગડ બિલ્લામાનસી પારેખવીર માંગડાવાળોવેલકમ પૂર્ણિમાહિતુ કનોડિયાહિતેન કુમારહૉરર કૉમેડી ફિલ્મ
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા
Dhollywood

મારે લાર્જર ધેન લાઇફ ગુજરાતી ફિલ્મ બનાવવી હતી : રાજીવ રૂઇયા

May 29, 2025
150
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
34
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
2
Dhollywood

અંત સુધી દર્શકોને ભ્રમમાં રાખતી પલ્લવ પરીખની ફિલ્મ ભ્રમ

May 25, 2025
0
વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિનું ધમાકેદાર મિશ્રણ છે જય માતાજી : લેટ્સ રૉક
Dhollywood

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિનું ધમાકેદાર મિશ્રણ છે જય માતાજી : લેટ્સ રૉક

May 11, 2025
57
નિર્માતા શરદ દેસાઈ અને દિગ્દર્શક મનોજ નથવાણી લઈને આવી રહ્યા છે બચ્ચા પાર્ટી
Dhollywood

નિર્માતા શરદ દેસાઈ અને દિગ્દર્શક મનોજ નથવાણી લઈને આવી રહ્યા છે બચ્ચા પાર્ટી

May 3, 2025
128
Next Post
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા દલિત દિગ્દર્શક કાનજીભાઈ રાઠોડ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા દલિત દિગ્દર્શક કાનજીભાઈ રાઠોડ

પુષ્પા-2 સ્ક્રીનિંગ સમયે થયેલી દુર્ઘટના મામલે અલ્લુ અર્જુનના જામીન મંજૂર

પુષ્પા-2 સ્ક્રીનિંગ સમયે થયેલી દુર્ઘટના મામલે અલ્લુ અર્જુનના જામીન મંજૂર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.