લૉકડાઉન દરમ્યાન દર્શકોના મનોરંજન માટે દૂરકદર્શને એની સૌથી લોકપ્રિય સિરિયલ રામાયણનું પ્રસારણ ફરી શરૂ કરતા એના કલાકારો ફરી લાઇમલાઇટમાં આવી ગયા છે. પ્રિન્ટ મીડિયાથી લઈ ડિજિટલ મીડિયા પર રામાયણના કલાકારો છવાઈ ગયા છે.

રામાયણના રામ અરૂણ ગોવિલ અને સીતા દીપિકા ચિખલિયાએ ટ્વીટર પર એન્ટ્રી કર્યા બાદ હવે રાવણ અરવિંદ ત્રિવેદીએ પણ ટ્વીટર પર ડેબ્યુ કર્યું છે. 81 વર્ષના અભિનેતાએ ટ્વીટર પર તેમનો એક જૂનો ફોટો પણ શેર કર્યો છે. ફોટો જોઇને રામાયણના ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. રાવણના ચાહકોએ અરવિંદ ત્રિવેદીનું સ્વાગત ધૂમધામથી કર્યું છે. અને એટલા માટે અરવિંદ ત્રિવેદી ટ્વીટર પર આવ્યાના થોડા કલાકોમાં જ #RavanonTwtter ટ્રેન્ડ થઈ રહ્યું છે. રામાયણમાં ભલે રાવણનું મૃત્યુ થયું હોય પણ ચાહકોનો તેમને અપાર પ્રેમ મળી રહ્યો છે.

પહેલા જ ટ્વીટમાં અરવિંદ ત્રિવેદીએ ખુલાસો કર્યો હતો કે બાળકોની જીદને કારણે તેમને ટ્વીટર અકાઉન્ટ ખોલવું પડ્યું. એ સાથે તેમણે લખ્યું કે બાળકો ઉપરાંત આપ સર્વેના પ્રેમને કારણે ટ્વીટર પર આવ્યો છું. આ મારું ઓરિજિનલ આઇડી છે. જે કોઈ #RavanonTwtter પર રીટ્વીટ કરશે તેમને હું ફોલો કરીશ. જય સીયારામ… ઓમ નમ: શિવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here