નિર્માત્રી શીતલ અરવિંદ દહિવાલકરે એમના રેડ વાઇન્ડ્સ પ્રોડક્શન બેનર હેઠળ થાઇલૅન્ડની મશહૂર ગાયિકાએન. મિત્ચાઈનું પહેલું હિન્દી રોમાન્ટિક મ્યુઝિકn mitchai આલબમ પ્રિયાવતાર લૉન્ચ કર્યું હતું. બૉલિવુડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક મેહુલકુમાર, ગાયિકા મધુશ્રી, પંકજ બેરી, સંગીતકાર દિલીપ સેનના હસ્તા આલ્બમ રિલીઝ કરવામાં આવ્યું. જ્યારે કાર્યક્રમની શોભઆમાં અભિવૃદ્ધિ કરવા આરતી નાગપાલ, દિનેશ મહેતા, બૉબી વત્સ, કીર્તિ અદારકર, પીહૂ ચૌહાન, કે. રવિ, હેરી વર્મા, રેડ વાઇન્ડ્સ પ્રોડક્શનના સીઇ નવીન ગોરે, ડાન્સ ડિરેક્ટર ચેતન કનેટકર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે એન. મિત્ચાઇએ લાઇવ પર્ફોર્મ કર્યું હતું.ઉપરાંત વિખ્યાત ગીત ઇન્હી લોગોં ને ગાઈ ઉપસ્થિતોના મન મોહી લીધા હતા. એટલું જ નહીં, એક ચુટકી સિંદૂર અને થપ્પડ સે ડર નહીં લગતા સાહબપ્યાર સે લગતા હૈ જેવા વિખ્યાત બૉલિવુડિયા ડાયલોગ્સ પણ સંભળાવ્યા હતા. બધાને એ જાણીને નવાઈ લાગી કે એન. મિત્ચાઈ એક કુશળ ભરત નાટ્યમ અને કથ્થક ડાન્સર પણ છે. ઇવેન્ટ દર્યાન એક પ્રશ્નના જવાબમાં મિત્ચાઇએ કહ્યું કે એની ઇચ્છા કરણ જોહરની ફિલ્મમાં કામ કરવાની છે. જ્યારે એની ફેવરિટ બૉલિવુડ હીરોઇન છે માધુરી દીક્ષિત.
એશિયાના 70 મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની યાદીમાં એન. મિત્ચાઈનું નામ સામેલ છે અને એનું લિકે (મ્યુઝિકલ ફૉક ડ્રામા) નામનું એક બૅંન્ડ છે જે છેલ્લા 25 વરસથી પર્ફોર્મ કરતું આવ્યું છે. મિત્ચાઈ પાંચ વરસની હતી ત્યારથી પર્ફોર્મ કરતી આવી છે.
હકીકતમાં એ અસલી થાઈ શો થ્રોન (રાજા અને રાણી) સમક્ષ રજૂ કરતી રહી છે. 2010 બાદ એણે થાઈ અને બૉલિવુડ થીમનું ફ્યુઝન કર્યું. એ સાથે મિત્ચાઈ બંને દેશમાં લોકપ્રિય થઈ. વિશ્વભરમાં એણે અનેક શોઝ કર્યા છે. થાઈલૅન્ડની હાઇએસ્ટ પેઇડ સિંગર માંની એક મિત્ચાઈએ ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગાવા માટે પ્રસિદ્ધ સિંગર એન. મિત્ચાઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર શુભેચ્છા પાઠવી હતી.
2013માં એણે રાજીવ ખંડેલવાલ સાથે એની પહેલી ફિલ્મ ઇશ્ક એક્ચુઅલીથી બૉલિવુડમાં એટ્રી કરી જેમાં બે ઓરિજિનલ હિન્દી, એક અંગ્રેજી સાઉન્ડટ્રેક લકી ટુ નીઇટ અને ફૉર એવર મોર ગાયું હતું.