તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા એનિમેટેડ નર્સરી રાઇમ્સ, એન્ડ્રોઇડ, આઈઓએમ, એચટીએમએલ અને બ્લૉકચેન ગેમિંગની સાથોસાથ ઈ-કૉમની દુનિયામાં એન્ટ્રી કરનાર પહેલો ટેલિવિઝન શો છે.
નર્સરી રાઇમ ચૅનલનો ઉદ્દેશ બાળકોને સંગીતના માધ્યમ દ્વારા ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને શિષ્ટાચાર શીખી શકે છે. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, મરાઠી, બંગાળી સહત અન્ય ભાષાઓની લોકપ્રિય રાઇમ્સનો એમાં સમાવેશ કરાયો છે. જ્યારે રન જેઠા રન પહેલી ફ્રી ટુ પ્લે ગેમ છે જેને તાજેતરમાં ગૂગલ પ્લે સ્ટોર અને ઍપલ ઍપ સ્ટોર પર મુકવામાં આવી છે. આ ગેમ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા બ્રહ્માંડના પાત્રોની રોમાંચક દોડ છે. એમાં ખેલાડી ગોકુળધામ સમાજથી તેમની ટીએમકેઓસીના પાત્રો પર નિયંત્રણ રાખી શકે છે. આને કારણે પાવર અપ ભેગું કરી તેઓ ટોચ પર પહોંચી શકે.
ગેમના ટેસ્ટ લૉન્ચિંગ દરમિયાન જ 4.3 સ્ટાર+ રેટિંગ સાથે એક લાખથી વધુ ડાઉનલૉડ સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. 24 માર્ચ, 2023ના આ ગેમ ભારતમાં ટૉપ ફાઇવ કેઝ્યુઅલ ગેમ્સમાં સામેલ હતી. એના પાત્રો અને પાવરઅપને ગેમમાં ખરીદી શકાય છે. સ્ટુડિયા આગામી 18 મહિનામાં પચાસથી વધુ કેઝ્યુઅલ અને હાઇપર કેઝ્યુઅલ ગેમ્સ લૉન્ચ કરશે.
દર મહિને એક નવી ગેમ લૉન્ચ કરાશે. ઉપરાંત હાલની ગેમમાં નવા ફીચર જોડવામાં આવશે. ટૂંક સમયમાં ભિડે સ્કૂટર રેસ, હંગ્રી ગોલી લાઇન-અપ જેવી ગેમ લૉન્ચ કરવામાં આવશે.