બૉલિવુડ કલાકાર શબાના આઝમી અને જાવેદ અખ્તર પુણે જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સાથે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જાવેદ અખ્તરનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે શબાના આઝમીને ગંભીર ઇજાઓ થઈ છે અને તેમની તબિયત નાજુક હોવાનું કહેવાય છે. પનવેલની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરાયેલાં શબાના આઝમીને મુંબઈસ્થિત કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરાયાં છે. શબાના આઝમીને ઇન્ટરનલ બ્લીડિંગ થતું હોવાની સાથે તેમને કરોડરજ્જુમાં ગંભીર ઇજાની સાથે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વીટર પર શબાના વહેલી તકે સાજા થઆય એવીકામના વ્યક્ત કરી હતી. ઉપરાંત લતા મંગેશકર, હંસલ મહેતા, વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર સહિત બૉલિવુડની અનેક હસ્તીઓએ શબાના આઝમી જલદી સારા થાય એ માટે પ્રાર્થના કરી રહી છે.