આજના યુવા સ્ટાર્સ કરતા પણ વધુ વ્યસ્ત એવા અમિતાભ બચ્ચન એક પછી એક અનેક ફિલ્મના શૂટિંગ કરી રહ્યા છે.આ ફિલ્મોમાં ઝુંડનો પણ સમાવેશ થાય છે. ફિલ્મની વાર્તા વિજય બરસેની જીવની પર આધારિત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિજય બરસેનું પાત્ર ભજવી રહ્યા છે જે એક પ્રોફેસર છે. વિજય ગલી-મહોલ્લાના છોકરાઓને ભેગા કરી ફૂટબૉલની ટીમ તૈયાર કરે છે. એ સાથે આ બાળકોને ફૂટબૉલ રમવા માટે પ્રેરિત કરતા જોવા મળશે. ઝુંડ મરાઠીની સો કરોડની ક્લબમાં સામેલ થનાર પહેલી ફિલ્મ સૈરાટના દિગ્દર્શક નાગાર્જુન મંજુલે ઝુંડનું દિગ્દર્શન કરી રહ્યા છે.

ઝુંડનું પહેલું પોસ્ટર ખુદ અમિતાભ બચ્ચને ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here