શુક્રવારે પાંચ દિવસીય બારમા જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (જિફ) – 2020નો ધમાકેદાર શુભારંભ થયો હતો. જયપુરના મહારાણા પ્રતાપ ઑડિટોરિયમમાં જિફ-12નો ધમાકેદાર શુભારંભ થયો હતો. જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ – 2020 રાજસ્થાન સરકારના પર્યટન વિભાગના સહયોગથી આઇનોક્સ થિયેટર, જી.ટી સેન્ટ્રલ અને હોટેલ ક્લાક્સ આમેર ખાતે 21 જાન્યુઆરી સુધી ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે.

ફિલ્મ ફેસ્ટિવલના ઓપનિંગ સેરેમનીમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તો ખાસ મહેમાન તરીકે પર્યટન પ્રધાન વિશ્વેન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભની ઘોષણા કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, બૉલિવુડની ભૂમિકા હંમેશ મહત્ત્વપૂર્ણ રહી છે. તેમણે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતા આશ્વાસન આપ્યું હતું કે ફેસ્ટિવલને સરકાર દ્વારા તમામ સંભવિત સહયોગ મળતો રહેશે.

ફેસ્ટિવલમાં દેશ-વિદેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. જેમાં પ્રેમ ચોપરા, પદ્મશ્રી શાજી એન. કરૂણ, ફિલ્મ લેખક અબ્બાસ ટાયરવાલા, ઇમ્પાના પ્રમુખ ટી. પી. અગ્રવાલ, ઓસ્ટ્રેલિયાના ફિલ્મ સર્જક એન્ડ્ર્યુ વાયલ સહિત અને ખાસ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રીલંકા, જપાન, અમેરિકા, યુકે, ચીન, ફ્રાન્સ સહિત 25 દેશોના સર્જકો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિફના ફાઉન્ડર હનુ રોજે જણાવ્યું કે, જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ફિલ્મી કલ્ચર દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યું છે. હનુએ વધુમાં જણાવ્યું કે આવનારા વરસોમાં જિફ અનેક નવા પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યું છે.

60 વરસોમાં 375થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા બૉલિવુડના ખતરનાક વિલનોમાંના એક પ્રેમ ચોપરાને આ પ્રસંગે એવરગ્રીન સ્ટાર અચીવમેન્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રેમ ચોપરાએ જણાવ્યું કે દર્શકો જ અભિનેતાને સફળ બનાવે છે. આ તેમના ચાહકો જ છે જેમણે અત્યાર સુધી મને પ્રેમ કર્યો છે. પ્રેમ ચોપરા ઉપરાંત પદ્મશ્રી શાજી એન. કરૂણને જિફ – આઉટસ્ટેન્ડિંગ લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ 2020 એનાયત કરાયો હતો. કરૂણ જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફર ઉપરાંત કેરળ સ્ટેટ ફિલ્મ એકેડેમીના પ્રીમિયર ચેરમેન છે. તો અત્યારે કેરળ સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here