બૉલિવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ દબંગ-૩ની ચર્ચા ચાલી રહી છે ત્યારે એની આગામી ફિલ્મ ખાનદાની શફાખાનાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સોનાક્ષીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મનું ટ્રેલર જોયા બાદ દર્શકો અભિનેત્રીના ભરપુર વખાણ કરી રહ્યા છે.
ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે ફૂકરે ફૅમ વરૂણ શર્મા અને રૅપર સિંગર બાદશાહ કામ કરી રહ્યા છે. ફિલ્મ ૨૬ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સોનાક્ષી પંજાબી કૂડીનું પાત્ર ભજવી રહી છે જેને એના મામાજીનું દવાખાનુ ચલાવવાનું કામ મળે છે. પણ સોનાક્ષી માટે કામ એટલું આસાન નથી કારણ, આ દવાખાનુ નોર્મલ ઇલાજ માટે નથી. સોનાક્ષીના મામા સેક્સોલૉજિસ્ટ હતા અને હવે સોનાક્ષી આ કામ આગળ ધપાવવા માંગે છે પણ લોકો સેક્સને ખરાબ ચીજ ગણે છે. એમાંય એક છોકરી પાસે ઇલાજ કરાવવા કેવી રીતે દરદી જાય? એક અલગ વિષય પર બનેલી ફિલ્મ સોનાક્ષીના કરિયરને નવજીવન આપી શકે છે.
સોનાક્ષીની છેલ્લી ફિલ્મ કલંક બૉક્સ ઑફિસ પર ઉંધા માથે પટકાઈ હતી. હવે ખાનદાની શફાખાના બાદ સોનાક્ષીની દબંગ-૩ આ વરસે ૨૦ ડિસેમ્બરે રિલીઝ થશે.