બૉલિવુડની હીરોઇન કરીના કપૂર આજકાલ અંગ્રેજી મીડિયમના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં કરીના કપૂર સાથે કેન્સરનો ઇલાજ કરાવી પાછો ફરેલો ઇરફાન ખાન દેખાશે. ફિલ્મ ઉપરાંત ટેલિવુડના શોના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. કરીના પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર એના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ અપલોડ કરતી રહે છે. સોમવારે પણ કરીનાએ જે ફોટો અપલોડ કર્યો એ વાયરલ થઈ રહ્યો છે.

ફોટોમાં કરીના કપૂર તળાવમાં કમળનાં ફૂલો વચ્ચે નજરે પડી રહી છે. હકીકતમાં કરીના એક ઍડ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી એ સમયનો ફોટો છે. ફોટો જોઈ લાગી રહ્યું છે કે કરીના ઍડ ફિલ્મની ટીમ સાથે મોજમસ્તી કરી રહી છે. ફોટોને અત્યાર સુધીમાં સિત્તેર હજારથી વધુ લાઇક્સ મળી ચુક્યા છે.

અંગ્રેજી મીડિયમ ઉપરાંત કરીના આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને કારણે પણ ચર્ચામાં છે. આમિર ખાને એના જન્મદિવસે ફિલ્મની જાહેરાત કરી હતી અને તાજેતરમાં કરીના લીડ રોલમાં હોવાનું ઑફિશિયલી જાહેર કરાયું હતું. કરીના કપૂર અને આમિર ખાનની જોડી ત્રીજી વાર લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. અગાઉ બંને થ્રી ઇડિયટ અને તલાશમાં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી હજુ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here