દક્ષિણ ભારતના કુખ્યાત ચંદન દાણચોર વીરપ્પનની સ્ટોરી ફરી એક વાર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. સિરીઝનું નામ છે ધ હંટ ફોર વીરપ્પન. સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં વીરપ્પનના જીવનના અનેક પાસાઓ જોવા મળી રહ્યા છે. સમગ્ર દક્ષિણ વીરપ્પનનો ખોફ હતો. એણે 119થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં અડધાથી વધુ પોલીસ અધિકારી અને ફોરેસ્ટ અધિકારી હતા.
અપહ્રયત સુપરસ્ટાર ડૉ. રાજકુમાર સાથે વીરપ્પન
વીરપ્પન પર ચંદન હાથી દાંતની દાણચોરી કરવાનો આરોપ છે. હાથી દાત માટે વીરપ્પને બે હજારથી વધુ હાથીઓનો શિકાર કર્યો હતો. એટલું જ નહીં, વીરપ્પને 2000ની સાલમાં દક્ષિણના સુપરસ્ટાર ડૉ. રાજકુમારનું અપહરણ કર્યું હતું અને સો દિવસ પોતાના કબજામાં રાખ્યા હતા. આટલું ઓછું હોય તેમ વીરપ્પને કર્ણાટકના પૂર્વ પ્રધાન નાગપ્પાનું પણ અપહરણ કર્યું હતું. આ સિવાય પણ વીરપ્પનના નામે અને ગુનાઓ નોંધાયેલા હતા. વીરપ્પનના કરતૂતોથી વાજ આવી ગયેલી તમિલનાડુ સરકારે ચંદન ચોરને જીવતો કે મુઓ પકડવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
આ ટાસ્ક ફોર્સે ઓપરેશન કોકૂન અંતરગત વીરપ્પનનું એન્કાઉન્ટર કર્યું હતું. ધ હંટ ફોર વીરપ્પન ડૉક્યુમેન્ટ્રી અંગે જણાવતા અવેડિય, ઓરિજિનલના નિર્માતા અપૂર્વ બક્ષીએ જણાવ્યું કે, વીરપ્પન નેવુંના દાયકામાં ભારતનો સૌથી કુખ્યાત ડાકુ હતો. અને એની વાતો આજ પણ લોકો ભૂલ્યા નથી. જે લોકો વીરપ્પનની સાથે હતા કે વિરુદ્ધ, એવા તમામની પાસેથી માહિતી મેળવી અમે આ ડૉક્યુમેન્ટ્રી બનવવાનો પ્રયાસ કર્યો છે. ચાર એપિસોડવાળી આ ડૉક્યુમેન્ટ્રી 4 ઓગસ્ટે તમિલ, હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજીમાં રિલીઝ કરાશે.