‘રંગ રંગીલા ગુજ્જુ ભાઈ’ 7 ઓક્ટોબરથી શેમારૂમી પર

શેમારૂમી આ અઠવાડિયે તમારા માટે 7 ઓક્ટોબરે એક ગુજરાતી નાટક ‘રંગ રંગીલા ગુજ્જુ ભાઈ’ની રજૂ કરી રહ્યા છે. આ એન્ટરટેઇનીંગ નાટક પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા જેઓ  ‘ગુજ્જુભાઈ’ તરીકે જાણીતા છે તેમના ગુજરાતી નાટક, ‘એક અધૂરી અંતાક્ષરી’ને મળેલા અપ્રતિમ રિસ્પોન્સ પછી આ નાટક પણ દર્શકોને પડશે.

સિદ્ધાર્થ રાંદેરિયાના અગાઉના કેટલાક નાટકો જે સફળ રહ્યા હતા અને લોકોનું દિલ જીતી લીધું છે તેમાં ગુજ્જુભાઈ બન્યા દબંગ, ગુજ્જુભાઈની ગોલમાલ અને ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યુંનો સમાવેશ થાય છે. સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા નિર્દેશિત આ કોમેડી નાટક એક પરિણીત દંપતી વચ્ચેની શંકા અને ગેરસમજ વિશેની વાત છે. આ નાટકમાં તેમણે પ્રોફેસર પ્રિયકાન્તની ભૂમિકા ભજવી છે. પ્રિયકાન્ત રંગીન મિજાજનો પુરુષ છે જે જિંદગીને ખૂબ જ ખુશાલીથી જીવે છે. તેની પત્ની મંજુ એક સીદી-સાદી હાઉસ વાઈફ છે. પણ દરેક સ્ત્રીની જેમ એના સ્વભાવમાં પણ એના પતિ માટે શંકા આવે છે જયારે એને પતિની બુકમાંથી એક છોકરીનો ફોટો મળે છે. કેવી રીતે એ પ્રોફેસરની જિંદગી વિશે જાણશે?, એનો પીછો કરીને સાચી બધી હકીકત જાણશે? આનો સામનો પ્રિયકાન્ત કેવી રીતે કરશે?

વધુ જાણવા માટે જુઓ ShemarooMe પર 7 ઓક્ટોબરથી. અન્ય કલાકારોમાં તેજલ વ્યાસ, જયદીપ શાહ, નિમેષ શાહ, જીતેન્દ્ર સુમરા, રિદ્ધિ વોરા, સમીર ગૌરવ અને જય દેસાઈનો સમાવેશ થાય છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના નવા નાટકના રિલીઝ વખતે આનંદ વ્યક્ત કરતા કહ્યું,“નાટકો આપણા સમાજમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને ગુજરાતીઓ તેની સાથે જન્મથી જોડાયેલા છે.

મને વિશ્વાસ છે કે આ કોમેડી નાટક ચોક્કસપણે તમામ વય જૂથના લોકોને પસંદ આવશે.

Exit mobile version