બૉલિવુડના ટોચના નિર્માતા યોગેશ વર્મા તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ અ વિન્ટર ટેલ એટ શિમલાનું મ્યુઝિક અને ટ્રેલર શુક્રવારે અંધેરીની ધ ક્લબ ખાતે લૉન્ચ કરી રહ્યા છે. આ ફિલ્મથી ગૌરી પ્રધાન પણ કમબેક કરી રહી છે તો નિકિતો ચોપરા બૉલિવુડમાં ડેબ્યુ કરી રહી છે.
યોગેશ વર્માની અ વિન્ટર ટેલ એટ શિમલામાં જૂની તેમ જ આધુનિક જીવનશૈલીને સાંકળતી ક્લાસિક લવ સ્ટોરી જોવા-માણવા મળશે.
બિરલા ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલૉજી એન્ડ સાયન્સથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ અભિનેતા બનવાના સપના જોતા યોગેશ વર્માએ તેમની અભિનેતા બનવાની મહેચ્છા બાજુએ મુકી ધંધા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચાલીસ વરસની સફળ મેનેજમેન્ટ કરિયર બાદ તેમણે પ્રોડક્શન હાઉસ અગસ્તયા સિને ડ્રીમ્સ એલએલપી શરૂ કરી તેમના યુવાનીના સપનાને સાકાર કરી રહ્યા છે.
અ વિન્ટર ટેલ એટ શિમલાની કથા-પટકથા-સંવાદે અને દિગ્દર્શન યોગશ વર્માનું છે. ફિલ્મના કલાકારો છે ગૌરી પ્રધાન અને ઈન્દ્રનીલ સેનગુપ્તા, દીપરાજ રાણા, ઋતુરાજ સિંહ, નિહારિકા ચૌકસી, અંગદ ઓહરી, એશિતા શાહ, કરમવીર ચૌધરી, મનુ મલિક, રામ અવના, ડૉ. એસ.કે. ત્યાગી, ધ્રુવ ચુગ, દીપક અધર. આ ફિલ્મથી અભિનેત્રી નિકિતા ચોપરા પણ ડેબ્યુ કરી રહી છે.