તાજેતરમાં અંધેરીસ્થિત ધ ક્લબમાં ડ્રીમ અચીવર અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની ઉપસ્થિતિમાં ફિલ્મ કલાકાર ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપનારને અવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જી. ડી. બક્ષી (મેજર-રિટાયર), પદ્મશ્રી સોમા ઘોષ, પ્રેમ ચોપરા, ધીરજ કુમાર, ઉદિત નારાયણ, અમીષા પટેલ, રામ શંકર, પાખી હેગડે સહિત અનેકને અવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા.

જ્યારે બૉલિવુડના અગ્રણી પીઆરઓ રાજુ કારિયાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વરસ પૂરા કરવા માટે ડ્રીમ અચીવમેન્ટ અવોર્ડ આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
અવોર્ડ ફંક્શનનું આયોજન એનાર ગ્રુપના ચેરમેન શ્યામ સિંઘાનિયા તથા અન્યોએ કર્યું હતું.