શ્રેષ્ઠ પ્રોડક્શન્સની હિન્દી રોમાન્ટિક ફિલ્મ કઝિન ઈશાનું લૉન્ચિંગ

શૂટિંગ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ભગવંતનગર ગામમાં કરવામાં આવશે

કઝિન ઈશાના નિર્માતાઓએ તાજેતરમાં ફિલ્મના પોસ્ટરને રિલીઝ કરવાની સાથે એની શૂટિંગની તારીખોની પણ જાહેરાત કરી હતી. ફિલ્મ નવેમ્બર 2024ના ફ્લૉર પર જશે.

શ્રેષ્ઠ પ્રોડક્શન્સ બેનર હેઠળ નિર્માણ પામનારી ફિલ્મનું દિગ્દર્શન વિક્રાંત રાય અભિનીત ફિલ્મ તત્ક્ષણ ફૅમ વૈભવ વર્મા કરશે.

Oplus_0

કઝિન ઈશામાં અનેક સુપરહિટ ટીવી સિરિયલ અને ઉવા, ભૌરી અને તત્ક્ષણના સ્ટાર વિક્રાંત રાય મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે હીરોઇન છે હિન્દી ફિલ્મ ફ્રેડી તથા ગર્લ્સ હોસ્ટેલ વેબ સિરીઝ ફૅમ હર્ષિકા કેવલરામાની તથા ગૂંજન સક્સેના – ધ કારગિલ ગર્લ ફૅમ ઓશી સાહુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ભગવંતનગર ગામમાં કરવામાં આવશે.

Exit mobile version