આલ્બમની દુનિયાની સેન્શેસન નિકિતા રાવલનું નવું સિંગલ કમરિયા તાજેતરમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. નિકિતાનો આ નવો ટ્રેક પાર્ટીને જાનદાર બનાવવાની ક્ષમતા ધરાવે છે.
આલ્બમમાં નિકિતા અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવા ફ્યુઝન લૂકમાં નજરે પડે છે. રાજસ્થાનની સાથે અરબી સૌંદર્યશાસ્ત્રનું ફ્યુઝન કરવામાં આવ્યું છે, જે ગીતની થીમને અનુરૂપ છે. એટલું જ નહીં, કૉસ્ચ્યુમ, આભૂષણ અને ગીતને પૂરો ન્યાય મળે એ માટે એનું ફિલ્માંકન રણ વિસ્તારમાં કરવામાં આવ્યું હોવાથી ગીતનો નિખાર ઓર ખીલે છે.
નિકિતા રાવલે એની અદ્વિતીય શૈલી અને કરિશ્માની સાથે કમરિયામાં અસાધારણ પર્ફોર્મન્સ કર્યું છે. નિકિતાએ કમરિયામાં રાજસ્થાની અને અરબી સંસ્કૃતિના ફ્યુઝનને અદ્વિતીય ગણાવવાની સાથે દર્શકોને પણ એ પસંદ પડશે એવી આશા વ્યક્ત કરી હતી. એ સાથે નિકિતાએ ઉમેર્યું હતું કે, આ શાનદાર ટ્રેકને મારા પ્રશંસકો સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવી રહી છું.
પ્રશિક્ષિત નર્તકી અને ગાયિકા નિકિતા રાવલની આલ્બમ લૉન્ચિંગ ઇવેન્ટમાં મનોજ જોશી, સોનિયા બિરજે, અંકિતા મૈથી, પ્રશાંત શર્મા, સ્મિતા ગોડકર, હંસા સિંહ તથા રાજુ રહિકવાર જેવી હસ્તી ઉપસ્થિત રહી હતી.
ગીત જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો
xhrzlq