દેશ-વિદેશમાં ફિલ્મોત્સવનું આયોજન તો અવારનવાર થતું હોય છે. પણ નાટ્યોત્સવ ઉજવાતો હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. ફેબ્રુઆરીમાં અમદાવાદના આંગણે એક ધમાકેદાર નાટ્યોત્સવ યોજાઈ રહ્યો છે. 8 થી 12 ફબ્રુઆરી દરમિયાન યોજાનારા નાટ્યોત્સવમાં વિવિધ કથાવસ્તુ પર આધારિત છ ગુજરાતી નાટકો જોવાનો લ્હાવો અમદાવાદવાસીઓને મળશે.
વિવેક શાહ પ્રોડક્શન અને ડેઇલી ઇવેન્ટ દ્વારા આયોજિત નાટ્યોત્સવમાં સામાજિક કૉમેડી, સાયકો થ્રિલર, લવ સ્ટોરી, હૉરર જેવા વિષયો પર આધારિત નાટકો દર્શકોને માણવા મળશે. આ પાંચ દિવસીય નાટ્યોત્સવનું આયોજન ઠાકોરભાઈ દેસાઇ હૉલ, લૉ ગાર્ડન, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જે નાટકો ભજવાશે એ નાટકોના નામ, રજૂ થવાની તારીખ અને સમય નીચે મુજબ છે.
8 ફેબ્રુઆરીના રાત્રે 9 વાગ્યે સસરા સદ્ધર તો જમાઈ અદ્ધર (સામાજિક કૉમેડી), 9 ફેબ્રુઆરીના રાત્રે 9 વાગ્યે અંત વગરની વાત (સાયકો થ્રિલર), 10 ફેબ્રુઆરીના રાત્રે 9 વાગ્યે એટલે પ્રેમ (લવ સ્ટોરી) અને આઓ કભી હવેલી પે (હૉરર), 11 ફેબ્રુઆરીના રાત્રે 9 વાગ્યે સસરાજીનું સૂરસૂરિયું (સામાજિક કૉમેડી) અને 12 ફેબ્રુઆરીના રાત્રે 9 વાગ્યે લગ્ન કર્યા ને લોચા પડ્યા (સામાજિક કૉમેડી)નો સમાવેશ થાય છે.
ysvzbm