હંમેશ વિવાદાસ્પદ વક્તવ્ય અને બૉલ્ડ ફોટોગ્રાફ્સ અને વિડિયોને કારણે ચર્ચામાં રહેતી મૉડેલ પૂનમ પાંડેની મરીન ડ્રાઇવ પોલીસે ધરપકડ કરી છે. એની સાથે અન્ય એક વ્યક્તિને પણ પોલીસે અટકમાં લીધી છે.
પૂનમ પાંડે એની મોંઘીદાટ કારમાં રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ફરી રહી હતી. લૉકડાઉન અમલમાં હોવાથી પોલીસે એને અટકાવી હતી. લૉકડાઉન હોવા છતાં ફરી રહ્યા હોવાથી પોલીસે પૂનમ અને એની સાથેના સૅમ અહમદ બૉમ્બે (46)ની ધરપકડ કરી હતી. પોલીસે એની કાર પણ જપ્ત કરી છે.
પૂનમ પાડેની પોલીસ ધરપકડ કરી હોય એવી આ કંઈ પહેલી ઘટના નથી. છ વરસ પહેલાં એ ભાઈ સાથે જઈ રહી હતી ત્યારે ખરાબ વર્તન કરવાના આરોપસર મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. એ સમયે એણે મારા નામની જાણ થયા બાદ મારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.