દિગ્ગજ અભિનેતા અને કૉમેડિયન જેરી સ્ટિલરનું 92મા વરસે નિધન થયું હોવાની જાણકારી તેમના પુત્ર બેન સ્ટિલરે આપી હતી. સ્ટિલરને બ્રૉડવે અને યુએસના શો સીનફિલ્ડથી લોકપ્રિયતા મળી હતી.

સ્ટિલર અને તેમનાં પત્ની ઐની મેરાએ 1960ના દાયકામાં સ્ટેજ અને ટીવી કાર્યક્રમોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જેરી સ્ટિલર પ્રતિભાશાળી કલાકાર હતા. તેમણે અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમના અવસાનના સમાચાર મળતા સોશિયલ મીડિયા પર અનેક જણે કોમેન્ટ કરી દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જેરી સ્ટિલરે આત્મકથા પણ લખી છે. પિતાના અવસાન પર પુત્ર સ્ટિલરે લખ્યું હતું, ખેદ સાથે જણાવવું પડે છે કે મારા પિતા જેરી સ્ટિલરનું નિધન થયું છે. તેઓ એક સારા પિતા અને દાદાજી હતા. એ સાથે તેઓ એક સમર્પિત પતિ પણ હતા. તમે ઘણા યાદ આવશો ડેડી. અમે બધા તમને ઘણો પ્રેમ કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here