લૉકડાઉન હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કર્યા વિના મનોરંજનની દુનિયાના ઘણા કલાકાર-કસબીઓએ તેમનું નિર્માણ કાર્ય ચાલુ રાખ્યું છે, પછી એ શોર્ટ ફિલ્મ હોય, વન એક્ટ હોય કે આલ્બમ. સોશિયલ મીડિયા પર રોજ કંઇક નવી વસ્તુ રિલીઝ થવાના મેસેજ જોવા મળે છે. સામાજિક દૂરી જળવાય એ માટે બધા શૂટિંગ બંધ રખાયા હોવા છતાં નિયમોનો ભંગ કર્યા વિના મમતા સોની અને કશ્યપ સોની એક નવું લવ સૉંગ લઈને આવ્યા છે. સમિક કુમાર દ્વારા પ્રસ્તુત અને ધ્રુમિક ફિલ્મ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિમિટેડ દ્વારા નિર્મિત હિન્દી આલ્બમ લૉકડાઉન લવ બર્ડ્સ ટૂક સમયમાં રિલીઝ થઈ રહ્યું છે.

આલ્બમના મુખ્ય કલાકાર કશ્યપ સોની કહે છે કે, ગીત લોકોને ખૂબ જ સુંદર સંદેશ આપે છે. ગીતનો સાર છે કે, લૉકડાઉન સંબંધો વચ્ચે અંતર બનાવવા માટે નથી પરંતુ તમારા પ્રિયજનને નજીક લાવવા માટે ખૂબ જ સુંદર સમય આપે છે.

આલ્બમમાં બે પ્રેમીઓનો અખંડ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. કૉલેજકાળથી એકબીજાને અનહદ પ્રેમ કર કરતા હોવા છતાં યુવક એના બિઝનેસમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે એને પ્રમિકા માટે સમય મળતો નથી. દરમ્યાન યુવતી માર્મિક શબ્દોમાં એક મેસેજ યુવકને મોકલે છે. પણ સમયના અભાવે એ મેસેજ જોઈ શકતો નથી અને રાત્રે ઘરે આવીને સૂઈ જાય છે. બીજા દિવસથી લૉકડાઉનનો અમલ શરૂ થયો હોય છે. યુવક જ્યારે મેસેજ જોય છે ત્યારે એક મજેદાર સરપ્રાઇઝ ગર્લફ્રેન્ડને આપે છે. એટલું જ નહીં, ગીતના શબ્દોથી એને મનાવી લે છે.

કશ્યપ સોનીએ જણાવ્યું કે આ હિન્દી રૅપ સૉંગ મોબાઇલ દ્વારા ઘરમાં જ શૂટ કરવામાં આવ્યું છે અને શૂટિંગ દરમ્યાન હીરો-હીરોઇન એક બીજાને મળ્યા પણ નથી. ગીતની સ્ટોરીલાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે લૉકડાઉન બાદ એનો બીજો ભાગ પણ બનાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here