અગાઉ મેડિકલ ફિલ્ડમાં ચાલતી ગોબાચારી પર પ્રકાશ પાડતી ફિલ્મ કમિટમેન્ટ બનાવ્યા બાદ આજના સળગતા પ્રશ્નને કેન્દ્રમાં રાખી ફેકબુક ધમાલ નામની કૉમેડી થ્રિલર ફિલ્મ બનાવનાર મનોજ પટેલ હવે મહિલા સશક્તિકરણ પર એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યા બાદ મનોજ પટલે જણાવ્યું કે, સમાજમાં ચાલતી બદીઓ સામે લાલબત્તી ધરવાનું કામ હું મારી ફિલ્મો થકી કરી રહ્યો છું.
દવા ઉદ્યોગમાં ચાલતો ભ્રષ્ટાચાર મારી પહેલી ફિલ્મના કેન્દ્રમાં હતો. જ્યારે બીજી ફિલ્મ કૉમેડી હોવા છતાં આજની પેઢી જે રીતે સોશિયલ મીડિયાની વ્યસની થઈ રહી છે અને એને કારણે કેવી મુસીબતો સર્જાય છે એની વાતો હળવી શૈલીમાં જણાવી હતી.
હવે મનોજ પટેલ તેમની ત્રીજી ફિલ્મમાં મહિલા સશક્તિકરણની વાત લઈને આવી રહ્યા છે. ફિલ્મના કથાનક અંગે પૂછતા મનોજ પટેલે જણાવ્યું કે મારી ફિલ્મનું ટાઇટલ જ ઘણું કહી જાય છે. જોકે ફિલ્મ હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી સ્ટોરી વિશે વાત નહીં કરૂ પણ એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતના દર્શકોને કંઇક અનોખું જોવા મળશે.