રિતિક રોશન આજકાલ ચર્ચામાં છે. વૉર-2 ફિલ્મની જાહેરાત બાદ હવે રિતિક રોશનનો એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રૅન્ડ ઓપનિંગમાં રિતિક રોશન અને સબા આઝાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પાર્ટીના અમુક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડ્યા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આમાંના એક ફોટોમાં સબા પાર્ટીમાં ડિઝાઇનર અમિત અગરવાલ સાથે ફોટો ક્લિક કરાવી રહી છે. આ ફોટામાં જ પાછળ રિતિક રોશન સબાની હિલ્સ હાથમાં લઈ કોઈની સાથે વાત કરતો નજરે પડે છે. ફોટો જોઈ ચાહકો રિતિક પર ફિદા થઈ ગયા અને એને અસલી જેન્ટલમેન જણાવી રહ્યા છે.
ઇવેન્ટ બાદ રિતિકે પણ અમુક ફોટો શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું, વિથ લેડી ઇન રેડ.