સલમાન – શાહરુખના ચાહકોમાં ફેલાશે દિવાળી-ઈદ જેવી ખુશીનો માહોલ

સ્પાય યુનિવર્સમાં ટકરાશે પઠાન અને ટાઇગર

પઠાનમાં શાહરુખ ખાન અને સલમાન ખાન એક સાથે જોઈ બંને કલાકારોના ચાહકો ખશીના માર્યા ઝૂમી ઉઠ્યા હતા. આને પગલે તેમના ચાહકોની અપેક્ષામાં પણ વધારો થયો છે અને બંનેને ફુલફ્લેજ્ડ ભૂમિકામાં જોવા માગે છે. કરણ અર્જુન (1995) રિલીઝ થયાને લગભગ બે દાયકાનો સમય વીતી ગયો. હવે વાત એકદમ નવી છે. પઠાન અને ટાઇગર, આ બંને સાથે યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની ચર્ચા સોશિયલ મીડિયા પરે જોરશોરથી ચાલી રહી છે. દર્શકો એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે મીડિયામાં આવેલા તાજા અહેવાલોની વાત માનીએ તો આ બંને સુપરસ્ટાર્સ આદિત્ય ચોપરાની ફિલ્મમાં સાથે આવવા તૈયાર છે. જોકે એ પહેલા શાહરુખ અને સલમાન દિવાળી પર રિલીઝ થનારી ટાઇગર-3માં સાથે જોવા મળશે.

આમ છતાં તેમના પ્રશંસકો સ્પાય યુનિવર્સમાં બંને કલાકારો, સલમાન અને શાહરુખને ફિલ્મમાં સ્ટાર્ટ ટુ ફિનિશ જોવા આતુર છે. સૂત્રના અહેવાલ મુજબ આદિત્ય ચોપરાએ આ ફિલ્મ પર કામ શરૂ કર્યુ છે. એવું કહવાય છે કે બે હીરોવાળી ફિલ્મની વાર્તામાં શાહરુખ-સલમાન આમને સામને હશે. એટલેકે ફિલ્મમાં પઠાન અને ટાઇગર આમને સામને હશે. આનો અર્થ એ થયો કે હૉલિવુડમાં જેમ આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા તથા સુપરમેન અને બેટમેનનો મુકાબલો જોવ મળ્યો હતો તેમ બૉલિવુડમાં પઠાન સામે ટાઇગર જોવા મળી શકે છે.

Exit mobile version