કલર્સ ટીવી પર પ્રસારિત થયેલા ટીવી શો ઉતરનની સ્ટાર ટીના દત્તાએ તાજેતરમાં કરેલા ફોટોશૂટે ઇન્ટરનેટની દુનિયામાં હંગામો મચાવી દીધો છે. લેટેસ્ટ ફોટોશૂટમાં એ ગોલ્ડન પરી બની છે.


ઉતરનની ઇચ્છાના નામથી મશહૂર ટીના દત્તા એના ફોટોશૂટના કોલાજ ઇન્સ્ટાગ્રામ પર જબ્બર વાયરલ થઈ રહ્યા છે. જોકે આ ફોટોશૂટ કેમ કરાવ્યું એનો ખુલાસો ખુદ ટીના દત્તાએ સૌથી છેલ્લે અપલોડ કરેલા ફોટોમાં કર્યો છે. અપલોડ કરેલા છેલ્લા ફોટામાં ટીના એક કેલેન્ડર હાથમાં લઈને ઊભી છે જેમાં એના પરીના વેશમાં શૂટ કરેલા ફોટો દેખાય છે.