Table of Contents
સિંગર પૂજા પારેખને વિચાર આવ્યો કે શ્રાવણ માસમાં બધા પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરે છે. કોઈ વ્રત ઉપવાસ કરે તો કોઈ દેવ દર્શને જાય. એક સિંગર તરીકે પૂજા પારેખ ને એક અનોખો વિચાર આવ્યો અને તેઓ મ્યુઝિક ડાયરેક્ટર કશ્યપ સોમપુરાને મળ્યા અને એક ઓરિજનલ કમ્પોઝિશન બનાવવાનો નિર્ણય કર્યો…. કંઈક એવું કરવું છે જે આજની યુવા પેઢીને ગમે, કોઈ પ્રાચીન કે અર્વાચીન ભજન નથી ગાવું! આવા અવનવા વિચાર સાથે કશ્યપ સોમપુરા અને પૂજા પારેખ એ એક ધૂન રેડી કરી જે સાંભળવામાં ખૂબ તાલ બદ્ધ અને સુરીલી લાગે..
પૂજા પારેખ લોકગીત, લગ્ન ગીત,રાસ ગરબા ગાવા માટે પ્રચલિત છે પણ આ વખતે મહાદેવજીના તાંડવના તાલ સાથે અને આધુનિક રેપ ટ્રેન્ડનો સમન્વય કરીને એક અલગ ગીત બનાવ્યું જેનું મુખડું છે… “ડમ ડમ ડમરૂ બાજે”
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, પૂજા પારેખ આ ગીત સાથે પહેલીવાર પ્લેબેક સિંગિંગની શરૂઆત કરી છે. એટલું જ નહીં, એના વીડિયો આલ્બમમાં અભિનય પણ કર્યો છે. ગીતના શબ્દો મેધા અંતાણી અને અરુણ કુમારે લખ્યા છે. ડમ ડમ ડમરૂ બાજેને સુંદર વિડીયોનું સ્વરૂપ મલય સોમપુરાએ આપ્યું છે. પૂજા પારેખના સ્વરમાં ખરેખર આ ગીત આધુનિક ટ્રેન્ડનું અને ભક્તિમય લાગે છે. ડમ ડમ ડમરુ બાજે ગીત તમને સંગીતના બધા જ લીડિંગ પ્લેટફોર્મ પર સાંભળવા મળશે.