82 ડેઝ બાદ બૉલિવુડમાં એન્ટ્રી કરનાર દિગ્દર્શક ગિરિદેવ રાજની પહેલી હિન્દી ફિલ્મ હતી ધ વાય. જાન્યુઆરી 2023માં અમેઝોન પ્રાઇમ પર આ ફિલ્મ સુપર હિટ પુરવાર થઈ. હવે ગિરિદેવ રાજ તેમની બીજી હિન્દી ફિલ્મ વેદવતી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મમાં બૉલિવુડના અનેક નામી કલાકારો જોવા મળશે. વેદવતીનું શૂટિંગ જૂન 2024માં મુંબઈમાં શરૂ કરવાનું પ્લાનિંગ છે. 2016માં આવેલી કન્નડ ફિલ્મ ઝીરો મેઇડ ઇન ઇન્ડિયાથી ગિરિદેવ રાજને ખ્યાતિ મળી હતી.
ગિરિદેવ રાજની સાયકોલૉજિકલ હૉરર થ્રિલર ધ વાય 6 જાન્યુઆરી, 2023ના રિલીઝ થઈ હતી. આઇએમડીબી દ્વારા ધ વાય ફિલ્મને 2023ની સૌથી વધુ પ્રતિક્ષિત હિન્દી ફિલ્મ તરીકે વર્ગીકૃત કરી હતી. ફિલ્મમાં લિયોનિલા, હરિહરન અને કમલ ધિમિરાય મુખ્ય ભૂમિકામાં હતાં.