ફેડરેશન ઑફ વેસ્ટર્ન સિને એમ્પ્લોઇઝ દ્વારા માન્યતાપ્રાપ્ત દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેડરેશન ઍવોર્ડને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત ઍવોર્ડમાંનો એક ગણવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્ત્વનું યોગદાન આપનાર વ્યક્તિની પસંદગી આ ઍવોર્ડ માટે કરવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ સન્માનીય લોકોની કમિટી દ્વારા ભલામણ કરાયેલ વ્યક્તિને ઍવોર્ડ એનાયત કરાય છે.
રવિ દુબેને બેસ્ટ અભિનેતા માટે દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન ઍવોર્ડ્સ – 2019 અપાયો હતો તો રણવીર શૌરીને હલ્કા ફિલ્મ માટે બેસ્ટ ક્રિટિક ચૉઇસ ઍવોર્ડની નવાજવામાં આવ્યો હતો. ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈની પૂરી ટીમ ફંક્શનમાં ઉપસ્થિત રહી હતી. સફળતાની ટોચે બિરાજનાર સિરિયલને ભાગે અનેક ઍવોર્ડ્સ આવ્યા હતા.
સુસ્મિતા સેનને આઇકન ઑફ ધ ઇન્ડિયન ઍવોર્ડ એનાયત કરાયો હતો. તો ફિલ્મ સર્જક અનુષા શ્રીનિવાસન ઐયરને તેમની શોર્ટ ફિલ્મ સારે સમને અપને હૈ માટે બેસ્ટ લેખક-દિગ્દર્શકનો ઍવોર્ડ મળ્યો હતો. જ્યારે રાખી સાવંત, દિગંગના સૂર્યવંશી, સુનીલ ગ્રોવર, સંદીપ સોપારકર સહિત અનેક હસ્તીઓને ઍવોર્ડ એનાયત કરી સન્માનવામાં આવી હતી.
દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશનના અધ્યક્ષ અશફાક ખોપકર અને ઉપાધ્યક્ષ બાબુભાઈ થીબાએ જણાવ્યું કે, વરસે ઍવોર્ડ ફંક્શનનું આયોજન અતિ ભવ્યતાથી કરવામાં આવ્યું હતું. દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન ઍવોર્ડનો ઇત્હાસ ઘણો ગૌરવશાલી રહ્યો છે. અગાઉ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષયકુમાર, રિતિક રોશન, સોનમ કપૂર, શાહિદ કપૂર, મનીષા કોઇરાલા, ફરીદા જલાલ, દિવ્યા દત્તા, શિલ્પા શેટ્ટી, શરમન જોશી, રાજકુમાર રાવ, ટાઇગર શ્રોફ, પ્રેમ ચોપરા, જયા પ્રદા જેવી ટોચની હસ્તીઓને આ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
બૉલિવુડના ટેક્નિશિયનોના 28 સંગઠનોના સભ્યોએ કરેલા વોટિંગના આધારે ઍવોર્ડ વિજેતાનું નામ નક્કી કરવામાં આવે છે.