નવાઈની વાત લાગે છે નહીં, પણ હકીકત છે
આર. બાલ્કીની ફિલ્મ આવી રહી છે ચુપ. ફિલ્મના ટાઈટલમાં સંગીતકાર તરીકે એક એવી વ્યક્તિનું નામ છે જે એંગ્રી યંગ મેન બાદ હવે બૉલીવુડના મેગા સ્ટાર તરીકે જાણીતા છે. જી, પહેલીવાર અમિતાભ બચ્ચનનું નામ સંગીતકાર તરીકે ફિલ્મના ટાઇટલમાં જોવા મળશે.

અમિતાભે અભિનયની સાથે થોડા ગીતને પોતાનો અવાજ આપ્યો છે. પણ એવું પહેલીવાર બન્યું છે જ્યારે બૉલીવુડના શહેનશાહે કોઈ ગીતની ધૂન બનાવી હોય. અને આ વાત બીજા કોઈ નહિ પણ ખુદ આર. બાલ્કીએ જણાવી હતી.
આ બધું અચાનક બન્યું. મેં અમિતજીને ફિલ્મ (ચુપ) જોવા કહ્યું હતું. ફિલ્મ જોયા બાદ તેમણે મને બોલાવ્યો અને તેમના પિયાનો પર એક ધૂન સંભળાવ્યા બાદ કહ્યું, ફિલ્મના પત્રોએ આવો અનુભવ કરાવ્યો. ધૂન ઘણી સુંદર હતી, અને મેં તુરંત પૂછ્યું કે આ ધૂનનો ઉપયોગ કરી શકું? અને તેમણે તુરંત એ ધૂન માને ગિફ્ટ કરી. આજે ચુપ પહેલી ફિલ્મ છે જેના ક્રેડિટ સ્કોરમાં અમિતજીની અધિકૃત કમ્પોઝિશન છે.
સની દેઓલ, દુલકીર સલમાન અને પૂજા ભટ્ટ અભિનીત ફિલ્મ ચૂપના દિગ્દર્શક છે આર. બાલ્કી. નિર્માતા છે રાકેશ ઝુનઝુનવાલા, અનિલ નાયડુ, ડૉ. જયંતીલાલ ગડા અને ગૌરી શિંદેએ.
ફિલ્મના સંગીતકાર છે એસ. ડી. બર્મન, અમિત ત્રિવેદી, સ્નેહા ખાનવલકર અને અમન પંત. જ્યારે ગીતકાર છે સાહિર લુધિયાનવી, કૈફી આઝમી, સ્વાનંદ કિરકિરે. ફિલ્મના સહ નિર્માતા છે પ્રણવ કાપડિયા અને અનિરુદ્ધ શર્મા.