એક અલભ્ય ફોટામાં આગ્રાના મંદિરમાં બૉલિવુડની બ્લૉકબસ્ટર ફિલ્મ પરદેસના પહેલાં દિવસના શૂટિંગ પહેલાં મહિમા ચૌધરી અને નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘઈ પૂજા કરતા દેખાય છે. ફિલ્મનો પહેલો સીન શૂટ કરવા અગાઉ આગ્રામાં યમુના નદીના કિનારે આવેલા વિખ્યાત કૈલાશ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી.
બૉલિવુડના શોમેન જેમની અગાઉની તમામ ફિલ્મોના મુહૂર્ત એકદમ ઝાકઝમાળથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં થયા હતા. જ્યારે પરદેશના મુહૂર્તની હાઇલાઇટ એ હતી કે કોઈ સેલિબ્રિટીની જગ્યાએ ફિલ્મની મુહૂર્ત ક્લેપ સ્પૉટબૉય બહાદુર સિંઘે આપી હતી.
નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘઈએ તેમના સૌથી નીચલા સ્તરના પણ મહત્ત્વના સભ્ય પાસે મુહૂર્ત કરાવતા ફિલ્મના હીરો શાહરૂખ ખાનથી લઈ યુનિટના તમામ સભ્યોએ સર્જકને વધાવી લીધા હતા.