ત્રીસ વરસથી એક સે બઢકર એક ફિલ્મો આપી રહેલા દિગ્દર્શક રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ છે બેડ બૉય. તાજેતરમાં તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. બૉલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાને રિલીઝ કરેલા પોસ્ટરમાં ફિલ્મનો હીરો નમાશી ચક્રવર્તી અને હીરોઇન અમરિન કુરેશી બેડ બૉય અને બેડ ગર્લની જેમ નજરે પડે છે.

બેડ બૉય ૨૦૨૦ની મજેદાર મસાલા ફિલ્મોમાંની એક હશે. આમેય રાજકુમાર સંતોષીની ફિલ્મો શાનદાર હોય છે અને બેડ બૉય પણ એ જ શ્રેણીમાં આવે છે. એક નવા રૂપમાં નવા રોમાંચક કલાકારો અને કર્ણપ્રિય સંગીત સાથે દર્શકોના મનોરંજન માટે બેડ બૉય આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ પૂરૂં થયું છે અને હાલ એ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે.

અનેક સુપરહિટ ફિલ્મોના સર્જક રાજકુમાર સંતોષીએ પોસ્ટર રિલીઝ કરતા જણાવ્યું કે, પોસ્ટરની જેમ જ બેડ બૉય ફિલ્મની વાર્તા પણ રોમાંચક છે. ડ્રામા, સંગીત, ઍક્શન, રોમાન્સ વગેરે ફિલ્મના મૂળ તત્ત્વો છે. કૉમર્શિયલ ફિલ્મો એ શ્રેણીની ફિલ્મો છે જેને દર્શકો વધુ પસંદ કરે છે. અમારી ફિલ્મ બેડ બૉયના મુખ્ય કલાકારો નમાશી ચક્રવર્તી અને અમરિન કુરેશીને ચમકાવતું ફિલ્મનું પહેલું પોસ્ટર અમે આપની સમક્ષ રજૂ કરીએ છીએ.

ફિલ્મના નિર્માતા સાજિદ કુરેશીનું કહેવું છે કે, બેડ બૉયની આ અમારી પહેલી અધિકૃત જાહેરાત છે. ફિલ્મ વિશે હું વધુ કંઈ કહીશ નહીં, પણ મનોરંજનના તમામ ડોઝનું સપ્રમાણ મિશ્રણ ફિલ્મમાં જોવા મળશે. એ સાથે ૨૦૨૦ની આ સૌથી મનાંરજક ફિલ્મોમાંની એક હશે કારણ, એ રાજકુમાર સંતોષીની ફિલ્મ છે.

તો ફિલ્મના લીડ અભિનેતા નમાશી ચક્રવર્તીએ જણાવ્યું કે, બેડ બૉય ફિલ્મથી મારૂં સપનું સાકાર થઈ રહ્યું છે. સાજિદભાઈ અને રાજજીના માર્ગદર્શન હેઠળ મને ઘણું શીખવા મળ્યું. હું ખુશનસીબ છું કે મને પહેલી ફિલ્મમાં જ રાજકુમાર સંતોષી જેવા ટોચના દિગ્દર્શક સાથે કામ કરવાનો મોકો મળ્યો.

જ્યારે ફિલ્મની અભિનેત્રી અમરીન કુરેશીએ કહ્યું કે, બેડ બૉય મારે માટે સર્વસ્વ છે. મારૂં સપનું હકીકત બની રહ્યું છે. શૂટિંગ સમયે સેટ પર વીતાવેલા તમામ દિવસો મારા માટે યાદગાર છે.

ફિલ્મના પ્રસ્તુતકર્તા છે જયંતિલાલ ગડા (પેન ઇન્ડિયા) અને ઇનબૉક્સ પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here