બંગાળી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની વિખ્યાત અદાકારા સુચન્દ્રા દાસગુપ્તાનું શનિવારે સડક દુર્ઘટનામાં અવસાન થયું હતું. 29 વર્ષીય અભિનેત્રીના અવસાનને કારણે પરિવારમાં આઘાત ફેલાયો છે તો એના ચાહકોમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.
મળતા અહેવાલ મુજબ, સુચન્દ્રા શનિવારે રાત્રે શૂટિંગથી ઘરે પાછી આવી રહી હતી. ઘરે આવવા માટે અભિનેત્રીએ ઍપ દ્વારા બાઇક બુક કરી હતી. પરંતુ રસ્તામાં એક સાઇકલ સવારે અચાનક રોડ ક્રોસ કરતા બાઇકના ડ્રાઇવરે બ્રેક મારી. એ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતા સુચન્દ્રા બાઇક પરથી નીચે પડી અને ટ્રક નીચે આવી જતા એનું મૃત્યું થયું.
સુચન્દ્રા દાસગુપ્તા બંગાળી ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી. એણે અનેક વિખ્યાત બંગાળી ટીવી શઓમાં કામ કર્યું હતું. જોકે ગૌરીમાં કરેલી સહાયક અભિનેત્રની ભૂમિકાએ એને પુષ્કળ પ્રસિદ્ધિ અપાવી હતી.