Table of Contents
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ સસ્પેન્સ અને ઍક્શનથી ભરપુર દ્વિભાષી ફિલ્મ અ રિયલ એન્કાઉન્ટર 15 નવેમ્બરે દેશભરમાં રિલીઝ થઈ રહી છે.ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે ગુજરાતમાં થયેલા એક એન્કાઉન્ટરની. જેની ચર્ચા માત્ર દેશમાં જ નહીં, દુનિયાભરમાં થઈ હતી. સાબિર શેખ દ્વારા દિગ્દર્શિત અને મૅકનિલ એન્જિનિયરિંગ લિમિટેડ બેનર હેઠળ બનેલી નિર્માતા પ્રદીપ ચુડીવાલ અ રિયલ એન્કાઉન્ટર 15 નવેમ્બરે ભારતભરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહબાઝ ખાન એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની ભૂમિકામાં છે. ફિલ્મના કેન્દ્રમાં છે મુસ્કાન નામની યુવતી જેનું એન્કાઉન્ટર થાય છે. એવું લાગી રહ્યું છે કે ફિલ્મની વાર્તા ઇશરત જહાં કેસ પર આધારિત હોઈ શકે.
ફિલ્મમાં કલાકારો છે શાહબાઝ ખાન, અહેસાન ખાન, મુસ્તાક ખાન, રઝા મુરાદ, અલી ખાન, હિમાયત આલમ અલી, અખિલેશ વર્મા, બ્રતુતિ ગાંગુલી, અનિલ નાગરથ, સંગીતા સિંહ, ઋષિકેશ તિવારી, અમૃત દુજારી અને કલીમ અખ્તરનો સમાવેશ થાય છે. મુંબઈ અને ગુજરાતમાં ફિલ્માવાયેલી ફિલ્મમાં ગુજરાતના એક માત્ર કલાકાર રાકેશ પુજારાનો સમાવેશ થયો છે. પ્રદીપ ચુડીવાલે લખેલી ફિલ્મ હિન્દી ઉપરાંત ગુજરાતીમાં પણ રિલીઝ થઈ રહી છે. નિર્માતાનું કહેવું છે કે ફિલ્મનું કથાનક જેના પરથી લેવામાં આવ્યું છે એ ઘટના ગુજરાતમાં બની હોવાથી ફિલ્મને ગુજરાતીમાં ઠાર નામે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું.
દિગ્દર્શક શાબિર શેખે ફઉલ્મમાં એક સામાજિક સંદેશ આપવાનો પણ પ્રયાસ કર્યો છે. જેમાં બાળકો યોગ્ય માર્ગે જાય એ માટે માતાપિતાની સારસંભાળ મહત્વની હોય છે એ દર્શાવાયું છે.