ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે પણ મક્કમ પગલે નવ રસની વાર્તાઓ પરથી ફિલ્મો બનવાની શરૂઆત થઈ છે. અત્યાર સુધી માત્ર પ્રેમ-લાગણી જેવા રસ સુધી સીમિત રહેલું ઢોલિવુડ હવે ભય, ડર જેવા રસની પણ ફિલ્મો બનાવવા લાગ્યું છે. એનો પુરાવો છે રઘુ સીએનજી. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર અમદાવાદિસ્થત કૅમ્બે ગ્રૅન્ડમાં યોજાયેલ ભવ્ય ઇવેન્ટમાં રિલીઝ કરાયું હતું. ક્રાઇમ અને સસ્પેન્સ થ્રિલર જૉનરની આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે વિશાલ વાડા વાલાએ. વી-૩ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા છે જે. કે. ઠુમર, હિરેન ઠુમર અને તેજસ ઠુમર. ફિલ્મના મુખ્ય કલાકારો છે એથન, જગજીત સિંઘ વાઢેર, શર્વરી જોશી અને ચેતન દહિયા.

 

ટ્રેલર જોવા લિન્ક પર ક્લિક કરો

//www.youtube.com/watch?v=JRnmd90Jd3k

ફિલ્મના કેન્દ્રમાં છે મનોરોગી રધુ. મગજનો ફાટેલો રઘુ (એથન) ભૂમિ (શર્વરી જાશી) અને ધવલ (જગજીત સિંહ વાઢેર)નું અપહરણ કરે છે અને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તેમની મદદની ચીસો સાંભળવાવાળું પણ કોઈ ન હોય. તો બીજી બાજુ ભૂમિ અને ધવલના માતા-પિતા અને પોલીસ બંનેને શોધવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ભૂમિ અને ધવલના માથે જોખમ ઝળુંબી રહ્યું હોવા છતાં એકબીજાની નિકટ આવે છે અને તેમની વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે. દરમ્યાન બાહોશ પોલીસ ઑફિસર અશોક આ સમગ્ર રહસ્ય પરથી પરદો ઉંચકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here